Tuesday, May 19, 2026
HomeGujaratAnand : આણંદથી વડોદરા જતી ટ્રેનમાંથી મહીસાગર નદીમાં પડી જતાં ડૉક્ટરનું મોત

Anand : આણંદથી વડોદરા જતી ટ્રેનમાંથી મહીસાગર નદીમાં પડી જતાં ડૉક્ટરનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : આણંદથી વડોદરા તરફ જઈ રહેલી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા એક ડૉક્ટરનું મહીસાગર નદીમાં પડી જતાં મોત (Doctor dies after falling into river) નિપજ્યું છે. આ ઘટના હત્યાની છે કે, આત્મહત્યાની કે પછી અકસ્માત તેને લઈને પોલીસ તપાસ શરૂ થઈ છે.

આણંદની કરૂનેશ ફ્રેન્ડસ કોલોનીમાં રહેતા બીએએમએસ ડૉક્ટર જૈનીશકુમાર પટેલના પત્ની ફિઝિયોથેરાપિસ્ટ છે. પાંચ વર્ષ અગાઉ બંનેના લગ્ન થયા હતા અને ત્રણ મહિનાનો પુત્ર છે. સોમવારે 18 મેના રોજ જૈનીશકુમાર આણંદથી વડેદરા જવા ટ્રેનમાં બેઠા હતા. ટ્રેન ફાજલપુર નજીક મહીસાગર નદી પરથી પસાર થઈ રહી હતી ત્યારે નજીકમાં કામ કરતા શ્રમિકોએ કોઈ વ્યક્તિને નદીમાં પડતા જોઈ હતી. આ ઘટનાની જાણ નંદેસરી પોલીસ (Nandesari Police) ને કરવામાં આવતા નદીમાં પડી જનારને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, તેમનું મોત થઈ ગયું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular