Tuesday, September 22, 2026
HomeGujaratઅમદાવાદના નિકોલમાં ₹1.11 કરોડના દાગીનાની ચોરી, સેલ્સગર્લ અને પ્રેમી ઝડપાયા

અમદાવાદના નિકોલમાં ₹1.11 કરોડના દાગીનાની ચોરી, સેલ્સગર્લ અને પ્રેમી ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા જ્વેલર્સ શોરૂમમાંથી કરોડો રૂપિયાના સોનાના દાગીનાની ચોરીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શોરૂમમાં જ સેલ્સગર્લ તરીકે કામ કરતી યુવતી અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બંનેએ મળીને આયોજનબદ્ધ રીતે આ ચોરી આચરી હોવાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી અનુસાર, નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ જ્વેલર્સમાં નિયમિત સ્ટોક વેરિફિકેશન દરમિયાન મોટી ગડબડ સામે આવી હતી. આંતરિક ઓડિટમાં કુલ 1,211.991 ગ્રામ સોનું ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.

- Advertisement -

ફરિયાદ મુજબ, ચોરાયેલા દાગીનામાં સોનાની ચેઈન, વીંટી, બંગડીઓ, મંગળસૂત્ર, પેન્ડન્ટ, સોનાની ઘડિયાળ સહિત અન્ય કિંમતી ઘરેણાંનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત અંદાજે ₹1.11 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે.

શોરૂમના માલિકે હિસાબમાં ગડબડ સામે આવતાં ત્યાં કામ કરતી સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી પર શંકા વ્યક્ત કરી હતી, કારણ કે તે અચાનક ગાયબ થઈ ગઈ હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતાં હર્ષિદા શોરૂમમાંથી સોનાના દાગીના પોતાના કપડાંમાં છુપાવતી જોવા મળી હતી. ત્યારબાદ તે સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને બહાર નીકળી જતી હોવાનું પણ ફૂટેજમાં સામે આવ્યું હતું.

- Advertisement -

તપાસ દરમિયાન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ અને CCTV ફૂટેજના આધારે આરોપી હર્ષિદાને અમદાવાદમાંથી જ ઝડપી પાડી હતી.

પૂછપરછમાં ખુલાસો થયો કે આ સમગ્ર ચોરીના કાવતરામાં તેના પ્રેમીની પણ સક્રિય સંડોવણી હતી. બંનેએ મળીને અગાઉથી યોજના બનાવી દાગીના ગાયબ કર્યા હોવાની આશંકા છે.

હાલ પોલીસે બંને આરોપીઓના બેન્ક ટ્રાન્ઝેક્શન, મોબાઈલ કોલ ડિટેઈલ રેકોર્ડની તપાસ શરૂ કરી છે. ચોરાયેલા દાગીના વેચવામાં અથવા છુપાવવામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular