Saturday, July 4, 2026
HomeGujaratરેલવે પેન્શનર્સને મજા મજા, DRમાં 2 ટકાનો વધારો; હવે દર મહિને મળશે...

રેલવે પેન્શનર્સને મજા મજા, DRમાં 2 ટકાનો વધારો; હવે દર મહિને મળશે વધુ પેન્શન

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશભરના લાખો રેલવે પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સ માટે કેન્દ્ર સરકારે મોટી રાહત જાહેર કરી છે. સરકાર દ્વારા મહંગાઈ રાહત એટલે કે Dearness Relief (DR) માં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે DRનો દર 58 ટકાથી વધારીને 60 ટકા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પેન્શનર્સની માસિક આવકમાં સીધો વધારો થશે.

કેન્દ્ર સરકારના આદેશ મુજબ નવી DR દર 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાશે. એટલે કે પેન્શનર્સને વધારેલી રકમ ઉપરાંત અગાઉના મહિનાઓનું એરિયર પણ મળશે. સરકારના આ નિર્ણયથી લાખો નિવૃત્ત કર્મચારીઓને વધતી મહંગાઈ વચ્ચે આર્થિક રાહત મળશે.

- Advertisement -

રેલવે મંત્રાલયના 7 મે 2026ના આદેશ મુજબ હવે રેલવે પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સને તેમની બેઝિક પેન્શનના 60 ટકા મુજબ DR મળશે. અલગ અલગ પેન્શન લેવલ મુજબ માસિક પેન્શનમાં સીધો વધારો થશે.

જો કોઈ પેન્શનરની બેઝિક પેન્શન 10 હજાર રૂપિયા છે, તો અગાઉ તેને 58 ટકા DR સાથે કુલ 15,800 રૂપિયા મળતા હતા. હવે 60 ટકા DR લાગુ થતાં દર મહિને 16 હજાર રૂપિયા મળશે. એટલે દર મહિને 200 રૂપિયાનો સીધો લાભ થશે.

20 હજાર રૂપિયાની બેઝિક પેન્શન મેળવનારાઓને અગાઉ 31,600 રૂપિયા મળતા હતા, જે હવે વધીને 32 હજાર રૂપિયા થશે. એટલે દર મહિને 400 રૂપિયાનો વધારો થશે.

- Advertisement -

30 હજાર રૂપિયાની બેઝિક પેન્શન ધરાવતા પેન્શનર્સને હવે અંદાજે 600 રૂપિયા વધુ મળશે. 40 હજાર રૂપિયાની બેઝિક પેન્શન ધરાવતા લોકોને કુલ પેન્શન 63,200 રૂપિયાથી વધીને 64 હજાર રૂપિયા થશે, એટલે દર મહિને 800 રૂપિયાનો વધારો થશે.

50 હજાર રૂપિયાની બેઝિક પેન્શન મેળવનારાઓને હવે કુલ 80 હજાર રૂપિયા મળશે, જે અગાઉ 79 હજાર રૂપિયા હતા. એટલે દર મહિને 1 હજાર રૂપિયાનો લાભ મળશે.

60 હજાર રૂપિયાની બેઝિક પેન્શન ધરાવતા લોકોને અગાઉ 94,800 રૂપિયા મળતા હતા, જે હવે વધીને 96 હજાર રૂપિયા થશે. એટલે દર મહિને 1,200 રૂપિયાનો વધારો થશે.

- Advertisement -

જ્યારે 70 હજાર રૂપિયાની બેઝિક પેન્શન ધરાવતા પેન્શનર્સને હવે 1,10,600 રૂપિયાની જગ્યાએ 1,12,000 રૂપિયા મળશે. એટલે દર મહિને 1,400 રૂપિયાનો સીધો લાભ થશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે વધારેલી DR દર 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાશે. એટલે પેન્શનર્સને વધારેલી પેન્શન સાથે અગાઉના મહિનાઓનું એરિયર પણ ચૂકવવામાં આવશે. આ રકમ ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 18 એપ્રિલ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે DA અને DRમાં વધારાને મંજૂરી આપી હતી. તેના અંતર્ગત DA અને DRને 58 ટકાથી વધારી 60 ટકા કરવામાં આવ્યા છે.

વિત્ત મંત્રાલયના આંકડા મુજબ આ નિર્ણયથી લગભગ 50.46 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.27 લાખ પેન્શનર્સને સીધો લાભ મળશે. સરકાર પર આ નિર્ણયનો અંદાજિત વધારાનો વાર્ષિક બોજ લગભગ 6,791.24 કરોડ રૂપિયા રહેશે.

સરકારે જણાવ્યું છે કે DR અને DAમાં કરવામાં આવેલી આ વધારાની ગણતરી 7મા પગાર પંચની ભલામણો અનુસાર નક્કી કરાયેલા ફોર્મ્યુલા મુજબ કરવામાં આવી છે. વધતી મહંગાઈને ધ્યાનમાં રાખીને દર છ મહિને DA અને DRની સમીક્ષા કરવામાં આવે છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular