Saturday, May 9, 2026
HomeGujaratGandhinagariPhone નો ડેટા મેળવવાનો મામલો, ગોપનીયતાનો અધિકારી મૃત્યુ પછી ચાલુ રહેતો નથી...

iPhone નો ડેટા મેળવવાનો મામલો, ગોપનીયતાનો અધિકારી મૃત્યુ પછી ચાલુ રહેતો નથી : ગાંધીનગર કોર્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : Apple Company પાસેથી ડિજિટલ ડેટા મેળવવાના એક કેસમાં ગાંધીનગરની સિવિલ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ (Civil Court of Gandhinagar important order) આપ્યો છે. અદાલતે ડિજિટલ ડેટાને ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ મૃત વ્યક્તિની મિલકતના ભાગ તરીકે માન્યતા આપીને એક મહિલાને તેના સ્વર્ગસ્થ પિતાના આઇફોન અને આઇક્લાઉડ એકાઉન્ટનો એક્સેસ (Access to iPhone and iCloud account) મેળવવા મંજૂરી આપી છે. અત્રે નોંધનીય છે કે, એપલ કંપનીએ પરિવારને પાસવર્ડથી લૉક ફોનના એક્સેસ તેમજ ડેટા માટે કોર્ટનો અધિકૃત ઓર્ડર લાવવા કહ્યું હતું.

ઉપરોક્ત કેસ સાથે સંબંધિત વ્યક્તિનું એપ્રિલ 2025માં વસિયતનામું કર્યા વિના અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી તેમની પત્ની અને પુત્રીએ તેમના લૉક થયેલા આઇફોન અને આઇક્લાઉડ એકાઉન્ટમાં સંગ્રહિત ડેટા મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. પરિવારે કંપનીનો સંપર્ક કર્યો જેણે તેમને જાણ કરી કે સક્ષમ કોર્ટ તેમને મૃતકના કાયદેસરના એજન્ટ તરીકે જાહેર કરે તે પછી જ એક્સેસ આપી શકાય છે. પરિવારે ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ જાહેરનામું અને લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પત્નીએ ડિજિટલ ડેટા મેળવવા માટે તેની પુત્રીની તરફેણમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular