નવજીવન. મુંબઈ: ભારતીય શેર બજારમાં છેલ્લા બે દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે મોટા ભાગની કંપનીઓના શેરના ભાવ નીચે ગગડ્યા હતા. આ મંદીના મોજામાં ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણિની કેટલીક સંપત્તિ પણ ધોવાઈ ગઈ છે તેવા અહેવાલ બહાર આવી રહ્યા છે. જેની સાથે હવે ગૌતમ અદાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સની તાજી માહિતી મુજબ ગૌતમ અદાણીની વેલ્થ 90 અબજ ડોલર એટલે કે 6.72 લાખ કરોડ રૂપિયા છે જ્યારે મુકેશ અંબાણિની વેલ્થ 89.8 અબજ ડોલર એટલે કે 6.71 લાખ કરોડ રૂપિયા છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના લેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા બે દિવસમાં શેરબજારમાં મોટો ઘટાડો આવ્યા છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 155 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 2.29 ટકા ઘટીને 2323.05 રૂપિયા થઈ ગયો છે. શેરબજારમાં આ મંદીના કારણે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને બે દિવસમાં 7 અબજ ડોલર એટ્લે કે 52000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
જ્યારે તેની સામે અદાણી ગ્રૂપની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. ફોર્બ્સની માહિતી મુજબ 31 ડિસેમ્બરે ગૌતમ અદાણીની નેટવર્થ 78 અબજ ડોલર એટલે કે 5.82 લાખ કરોડ કરોડ રૂપિયા હતી તે વધીને 18 જાન્યુઆરીએ તેમની નેટવર્થ વધીને 93 અબજ ડોલર એટલે કે 6.95 લાખ કરોડ રૂપિયા થઈ હતી. ત્યાર બાદ આજે તેમની સંપત્તિ 90 અબજ ડોલર એટલે કે 6.72 લાખ કરોડ રૂપિયા છે. આમ 2022માં ગૌતમ અદાણીની સંપત્તિમાં રોજ 6000 કરોડનો વધારો થયો છે.
ભારતીય સ્ટોક માર્કેટમાં અદાણી ગ્રૂપની 6 જેટલી કંપનીઓ લિસ્ટેડ છે. 2022 દરમિયાન આ તમામ કંપનીઓમાં 5 ટકાથી લઈને 45 ટકા સુધીનું રિટર્ન જોવા મળ્યું હતું. તેમાં પણ અદાણી ગ્રીન એનર્જીમાં 45 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે અદાણી ગ્રૂપની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












