Friday, May 1, 2026
HomeBusinessચૂંટણીઓ બાદ મોંઘવારીનો ઝાટકો: હવે કોમર્શિયલ LPGના ભાવ વધાર્યા, 999નો તોતિંગ વધારો

ચૂંટણીઓ બાદ મોંઘવારીનો ઝાટકો: હવે કોમર્શિયલ LPGના ભાવ વધાર્યા, 999નો તોતિંગ વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ મોંઘવારીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ₹993નો મોટો વધારો કર્યો છે. આ વધારાની અસરરૂપે દિલ્હી સહિતના અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે ₹3000ને પાર પહોંચી ગઈ છે. જોકે, 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે ગ્રાહકો માટે રાહતરૂપ છે.

વધારાના કારણે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત ₹3071.50 થઈ ગઈ છે, જ્યારે 1 એપ્રિલે તેની કિંમત ₹2078.50 હતી. આ વધારાના સીધા પ્રભાવ તરીકે દેશભરમાં રેસ્ટોરન્ટ અને ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા છે. સ્ટ્રીટ ફૂડ સહિત તૈયાર ખોરાકના ખર્ચમાં પણ વધારો જોવા મળી શકે છે.

- Advertisement -

માત્ર 19 કિલો જ નહીં, પરંતુ 5 કિલોના ફ્રી ટ્રેડ LPG (FTL) સિલિન્ડરની કિંમતોમાં પણ ₹261નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાથી નાના વ્યવસાયો પર પણ અસર પડશે.

ઘરેલું ગેસ સિલિન્ડર (14.2 કિલો)ના ભાવમાં છેલ્લો ફેરફાર 7 માર્ચ 2026ના રોજ થયો હતો. હાલના મુખ્ય શહેરોના ભાવ મુજબ, દિલ્હીમાં ₹913, મુંબઈમાં ₹912.50, ચેન્નઈમાં ₹928.50 અને કોલકાતામાં ₹939 ભાવ યથાવત છે.

ગેસના ભાવમાં થયેલા આ વધારાના પાછળના કારણ તરીકે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ જવાબદાર માનવામાં આવી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ અવરોધિત થતા ભારત માટે ગેસ અને તેલનો પુરવઠો પ્રભાવિત થયો છે. પુરવઠામાં ઘટાડો અને અન્ય સ્ત્રોતોથી આયાત વધારવાને કારણે વધારાની કિંમતનો બોજ હવે ગ્રાહકો પર આવ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular