Monday, April 27, 2026
HomeGujaratSuratSurat : કૉમ્પલેક્ષની લિફ્ટમાં બે બાળક સહિત 11 ફસાયા, ફાયર બ્રિગેડે તમામને...

Surat : કૉમ્પલેક્ષની લિફ્ટમાં બે બાળક સહિત 11 ફસાયા, ફાયર બ્રિગેડે તમામને બચાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આર્શીવાદ કૉમ્પલેક્ષમાં ટેક્નિકલ ખામીના કારણે લિફ્ટ ખોટકાઈ (Lift malfunction in Surat) જતા બે બાળક સહિત 11 લોકો ફસાઈ ગયા હતા. લિફ્ટ અધવચ્ચે જ બંધ પડી જતાં તેમાં ફસાયેલા લોકોએ બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. આ ઘટનાની જાણકારી ફાયરબ્રિગેડને અપાતા ટીમ (Surat Fire Brigade Team) તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી.

લિફ્ટની અંદર વધુ પેસેન્જર હોવાથી તેમજ ઉનાળાના કારણે ગૂંગળામણ થતી હોવાથી લોકો બેબાકળા બની ગયા હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે ફસાયેલી લિફ્ટના દરવાજાને ફાયર બ્રિગેડની ટીમે ‘ડોર કી’ વડે ખોલી 15 મિનિટના ગાળામાં 9 મહિનાના બાળક સહિત તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર લિફ્ટમાં સર્જાયેલી ટેક્નિકલ ખામી ઑવરલલૉડ અથવા મેન્ટેનન્સના અભાવે બની હોવાનું અનુમાન છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular