Saturday, May 2, 2026
HomeGeneralશું છે IAS કેડર રુલ્સ સંશોધન વિવાદ? રાજ્ય કેમ વિરોધ કરી રહ્યા...

શું છે IAS કેડર રુલ્સ સંશોધન વિવાદ? રાજ્ય કેમ વિરોધ કરી રહ્યા છે? ટુંકા શબ્દોમાં આવો સમજીએ

- Advertisement -

નવજીવન. નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આઈએએસ કેડર નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં ઘણા રાજ્યોની સરકારો ઉતરી પડી છે. તેમાં મોટાભાગે બિન ભાજપ શાસિત રાજ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સૌથી પહેલા આ મામલો ઉપાડ્યો હતો અને એક સપ્તાહમાં બે વખત વડાપ્રધાન મોદીને આ મામલે પત્ર લખ્યા છે. તે પછી મહારાષ્ટ્ર સરકાર, છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ વાંધો વર્ણવ્યો હતો. હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને કેરળના મુખ્યમંત્રી પી. વિજયને પણ તેનો વિરોધ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આખરે શું છે આઈએએસ કેડર રુલ્સ સંશોધનને લઈને થઈ રહેલો વિવાદ.. આવો જાણીએ…



- Advertisement -

12 જાન્યુઆરીએ કર્મચારી અને પ્રશિક્ષણ વિભાગ (ડીઓપીટી)એ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો હતો કે સરકાર આઈએએસ કેડર નિયમ, 1954માં ફેરફાર કરવા માગે છે. કેન્દ્ર સરકારે 25 જાન્યુઆરી સુધી તેના પર પોતાના મંતવ્યો રજુ કરવાનું કહ્યું છે. તેના મુજબ, રાજ્ય સરકારોના અધિકારને બાયપાસ કરીને કેન્દ્ર કોઈ પણ આઈએએસ અધિકારીને ડ્પ્યૂટેશન પર બોલાવી શકે છે. અત્યાર સુધીની વ્યવસ્થા એવી હતી કે કેન્દ્રમાં ડેપ્યૂટેશન માટે રાજ્યોના આઈએએસ અધિકારી પોતાની ઈચ્છા વ્યક્ત કરતા હતા. તેના પછી રાજ્ય સરકાર પોતાના અધિકારીઓનું લીસ્ટ બનાવતી અને પછી તેમાંથી ડેપ્યુટેશન પર મોકલવામાં આવતા હતા.

માનવામાં આવી રહ્યું છે કે સરકાર 31 જાન્યુ.થી શરૂ થનારા સંસદના બજેટ સત્રમાં આ સંશોધનને રજુ કરી શકે છે. એક જાન્યુઆરી 2021 સુધી દેશમાં કુલ 5200 આઈએએસ અધિકારી હતા. જેમાંથી 458 કેન્દ્રમાં નિયુક્ત હતા, પરંતુ કેન્દ્ર સરકારના આઈએએસ કેડરના નિયમમાં ફેરફાર લાવવાનો નિર્ણય ઘણા રાજ્યોના અધિકારીઓને પસંદ આવી રહ્યો નથી, જેના કારણે ઘણા રાજ્યો હવે એવી માગ કરી રહ્યા છે કે આ નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે.



- Advertisement -

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બેનર્જીએ વડાપ્રધાનને પત્ર લખીને ચેતવ્યા છે કે તેના પર ફરી વિચાર નહીં કરવામાં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે. જમ્મૂ- કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોંન્ફ્રેંસના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે આ સંધીય માળખાથી વિરુદ્ધ છે. ડેપ્યુટેશનને લઈને પહેલા પણ કેન્દ્ર અને રાજ્યોમાં ટક્કર થઈ ચુકી છે. મે 2021માં આઈએએસ અલપર બંધોપાધ્યાયને લઈને કેન્દ્ર અને પશ્ચિમ બંગાળમાં ટક્કર થઈ હતી. ડિસેમ્બર 2020માં બંગાળના ત્રણ આઈપીએસ અધિકારીઓને કેન્દ્રમાં મોકલવાની વાત માનવામાં આવી નહોતી. ઉપરાંત વર્ષ 2001માં અટલ સરકારના આઈપીએસ અધિકારીઓને લઈને તમિલનાડુની જયલલિતા સરકાર સાથે વિવાદ થયો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular