Monday, April 20, 2026
HomeInternationalજાપાનના દરિયામાં શક્તિશાળી ભૂકંપઃ 7.4 ની તિવ્રતા, સુનામીની પહેલી લહેર ભટકાઈ પછી…

જાપાનના દરિયામાં શક્તિશાળી ભૂકંપઃ 7.4 ની તિવ્રતા, સુનામીની પહેલી લહેર ભટકાઈ પછી…

- Advertisement -

ઉત્તરી જાપાનના તટ પર એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેના પગલે જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીએ વિસ્તારમાં મોટી સુનામીની ચેતવણી જાહેર કરી છે. પ્રાથમિક રીતે 7.4 તીવ્રતાનો આ ભૂકંપ ઉત્તર જાપાનના સાનરિકુના તટ પાસે સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 4:53 વાગ્યે આવ્યો હતો. એજન્સી અનુસાર ભૂકંપનું કેન્દ્ર સમુદ્ર સપાટીથી લગભગ 10 કિલોમીટર (6 માઈલ) ની ઊંડાઈ પર હતું. જાપાન મોસમ વિભાગ (JMA) એ જણાવ્યું કે ભૂકંપ બાદ એક બંદરે આશરે 80 સેન્ટીમીટર (31 ઈંચ) ઊંચી સુનામી લહેર નોંધાઈ છે. આ પહેલા ચેતવણી આપવામાં આવી હતી કે વિસ્તારમાં ટૂંક સમયમાં 3 મીટર (10 ફૂટ) સુધીની સુનામી આવી શકે છે.

સુનામી લહેરોથી નુકસાન થવાની શક્યતા

- Advertisement -

AFPની રિપોર્ટ અનુસાર ભૂકંપના ઝટકા એટલા તીવ્ર હતા કે સેકડો કિલોમીટર દૂર આવેલી રાજધાની ટોક્યોમાં પણ ઊંચી ઇમારતો હલાવી ઉઠી હતી. હવામાન એજન્સીએ જણાવ્યું કે સુનામી લહેરો ટૂંક સમયમાં ઉત્તર તટ વિસ્તારમાં પહોંચી શકે છે. સૂચન આપવામાં આવ્યું છે કે, “તટીય વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારોને તરત ખાલી કરો અને ઊંચી જમીન અથવા સલામત સ્થળો (જેમ કે ઇવેક્યુએશન બિલ્ડિંગ) પર જાઓ.” ચેતવણી આપવામાં આવી છે કે સુનામી લહેરોથી નુકસાન થવાની શક્યતા છે.

એજન્સીએ વધુમાં જણાવ્યું કે, “સુનામી લહેરો વારંવાર આવી શકે છે. ચેતવણી હટાવવામાં ન આવે ત્યાં સુધી સલામત સ્થળ છોડશો નહીં.” બીજી તરફ, પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્રાઇસિસ મેનેજમેન્ટ ટીમ બનાવવામાં આવી છે.

જાપાનમાં વારંવાર ભૂકંપ કેમ આવે છે

- Advertisement -

જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપપ્રવણ દેશોમાંનો એક છે, કારણ કે તે પ્રશાંત મહાસાગરના “રિંગ ઓફ ફાયર” ના પશ્ચિમી કિનારે સ્થિત છે અને ચાર મુખ્ય ટેક્ટોનિક પ્લેટોના સંગમ પર આવેલો છે. લગભગ 12.5 કરોડ વસ્તી ધરાવતા જાપાન ઘણા ટાપુઓનો દેશ છે. અહીં દર વર્ષે સરેરાશ 1,500 જેટલા ભૂકંપના ઝટકા અનુભવાય છે અને વિશ્વના લગભગ 18 ટકા ભૂકંપો માટે આ વિસ્તાર જવાબદાર માનવામાં આવે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular