નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : અમદાવાદના ચાંદખેડા વિસ્તાર (Chandkheda Ahmedabad) ની 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરનારા આરોપીને સ્પેશિયલ પૉક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. સાથે 23 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારી પીડિતાને 4 લાખનું વળતર આપવા ગાંધીનગર સ્પેશિયલ પૉક્સો કોર્ટે (Special POCSO Court Gandhinagar) હુકમ કર્યો છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા કમલેશ કલાભાઈ ઉર્ફે કાળાભાઈ રબારીએ વર્ષ 2023માં 15 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી હતી. સગીરાને લગ્નની લાલચ આપી ડિસેમ્બર-2023માં આરોપી તેણીને ભગાડીને ખેડબ્રહ્માના શ્યામનગર ખાતે માણેકનાથના મંદિર પાસે આવેલી એક અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં POCSO Act હેઠળ ફરિયાદ નોંધાયા બાદ તપાસ પૂર્ણ કરી પૉક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.








