Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ હોસ્ટેલમાં સ્લેબ તૂટ્યો: એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, વિદ્યાર્થીઓમાં ભયનો...

અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ હોસ્ટેલમાં સ્લેબ તૂટ્યો: એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ

- Advertisement -

અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં 14 એપ્રિલની રાત્રે ચિંતાજનક ઘટના બની છે. હોસ્ટેલના બ્લોક નંબર બીમાં આવેલા એક રૂમમાં છતનો સ્લેબ અચાનક તૂટી પડતાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી મુજબ, સ્લેબનો એક ભાગ અચાનક ધરાશાઈ થતાં રૂમમાં રહેલા વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

- Advertisement -

આ ઘટના બાદ હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. અચાનક બનેલી આ ઘટના કારણે વિદ્યાર્થીઓમાં સુરક્ષા અંગે ચિંતાઓ ઉદ્ભવી છે.

ઘટનાસ્થળની સામે આવેલી તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે રૂમમાં બેડ પર સ્લેબના ટુકડા પડી ગયા હતા, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે.

હાલમાં કોલેજ તંત્ર અને સંબંધિત અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ હોસ્ટેલની ઈમારતની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular