નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલ પાસે એક એસઆરપી જવાને આપઘાત (SRP Jawan commits suicide) કર્યો છે. સચિવાલય ગેટ નંબર 3 ખાતે ફરજ બજાવતા સ્ટેટ રિઝર્વ પોલીસ (State Reserve Police) ના જવાને વૃક્ષ પર પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. રાજેન્દ્રસિંહ ગોહિલના આપઘાતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ મામલે ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) અકસ્માત મોત નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
વડોદરા એસઆરપી ગ્રુપ 9 (Vadodara SRP Group 9) ના જવાન રાજેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ (ઉ.49) ની નોકરી સચિવાલય ગેટ 3 ખાતે હતી. મધરાત્રિના બારેક વાગે રાજેન્દ્રસિંહએ અન્ય જવાનને ફરજમાંથી છોડાવી ફરજનો ચાર્જ લીધો હતો. વહેલી પરોઢે તેમના સાથી જવાન લઘુશંકા કરવા ઉઠ્યા ત્યારે ઘટનાની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી મૃત્યુનું કારણ જાણવા આગામી દિવસોમાં સાથી કર્મચારી અને પરિવારના સભ્યોની પૂછપરછ કરશે.








