Tuesday, June 9, 2026
HomeGujaratAhmedabadAhmedabad : સરખેજમાં હત્યાની આશંકા, જૂના વણઝર ગામ પાસે નદીના પટમાંથી સળગેલી...

Ahmedabad : સરખેજમાં હત્યાની આશંકા, જૂના વણઝર ગામ પાસે નદીના પટમાંથી સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : નાઈટ પેટ્રોલિંગ કરી રહેલી અમદાવાદની સરખેજ પોલીસને જૂના વણઝર ગામે સાબરમતી નદીના પટમાંથી એક વ્યક્તિનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. સરખેજ પોલીસ સ્ટેશન (Sarkhej Police Station) ખાતે અકસ્માત મોત નોંધી મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કરાયો છે.

શહેરના છેવાડે આવેલા જૂના વણજર ગામ પાસે કૉમ્બીંગ નાઈટ કરી રહેલી સરખેજ પોલીસને સાબરમતી નદીના પટમાંથી સળગેલી હાલતમાં એક મૃતદેહ (Burnt Body Found Near Sabarmati River Ahmedabad) મળ્યો હતો. જેથી તુરંત ઉચ્ચ અધિકારીઓને આ મામલાની જાણ કરવામાં આવતા પોલીસની સાથે FSL અધિકારી દોડી આવ્યા હતા. પોલીસે મૃતક કોણ છે તેની જાણકારી મેળવવા આસપાસના વિસ્તારમાંથી ગુમ થયેલાં લોકોની માહિતી એકત્ર કરવામાં લાગી છે. નદીમાં પટમાંથી સળગેલી હાલતમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. એક આશંકા અનુસાર વ્યક્તિની હત્યા કરીને નદીના પટમાં સળગાવી દેવામાં આવી હોવાની શક્યતા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular