નવજીવન. અમદાવાદઃ અમેરિકા જવાનું ઘેલું ગુજરાતીઓને કેવું છે તે સહુ જાણે છે, લોકો જીવ જોખમમાં મુકી, દેવા કરીને પણ અમેરિકા જવા મળે તો તે કરવા પણ તૈયાર હોય તેમની સંખ્યા ઘણી મોટી છે. અમેરિકા અને કેનેડા વચ્ચે – 35 તાપમાનમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં 11 લોકોમાંથી એક પરિવારના 4 વ્યક્તિ થીજી ગયા હોવાની ઘટનામાં 4ના મોત થયા તે સ્તબ્ધ કરી દેનારી ઘટના હતી. આ લોકો પૈકી 7 ઝડપાઈ ગયા છે અને તે સાત ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના હોવાની વિગતો બહાર આવી રહી છે. જોકે તેની સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. આ પૈકીના મોટાભાગના તમામ પાટીદાર હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય એક યુવતી અને બે અન્ય જ્ઞાતિના યુવા પણ છે.
આપણે ત્યાં વિદેશ જવાના આ પ્રકારના રસ્તાઓ કરી લેતા એજન્ટ્સનો ઢગલો છે, આવા જ કલોલના એજન્ટે તે પરિવારને અમેરિકા મોકલવામાં કામ કર્યું હોવાનું અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તે એજન્ટનું લેપટોપ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ ફરિયાદ પ્રમાણે સ્નો હટાવી રહેલા ડ્રાઈવરના કહ્યા પ્રમાણે ગત 19મીએ તેને એજન્ટ સેન્ડ મળ્યો હતો. કેનેડામાંથી અમેરિકા રિસિવ કરવા પણ કોઈ આવવાનું હતું તેઓ 11 કલાક સુધી ચાલ્યા હતા. તેમની પાસેથી અન્ય વસ્તુઓ ઉપરાંત બાળકોનો સામાન પણ મળ્યો હતો. કપડા, દવા, ડાયપર અને રમકડાં પણ હતા. આ ચારેય લાશો મળ્યા પછી ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટને પકડી લેવાયો છે. 7 ભારતીયને આ વ્યક્તિ બોર્ડર ક્રોસ કરાવવાનો હોવાની શંકા છે. આ ઘૂસણખોરી માટે તેઓ કોઈ એક મોટી રકમ લેતા હતા અને તેમાં અન્ય ઘણી વ્યક્તીઓ સાથે તે મોટું રેકેટ હોવાનું માનવામાં આવે છે. આ પકડાયેલા લોકોમાં અર્પિત રમેશ પટેલ, પ્રિન્સ જયંતિ પટેલ, યશ દશરથ પટેલ, સુજીત અલ્પેશ પટેલ, મહેશ વાડીલાલ પટેલ, વર્શિલ પંકજ ધોબી, પ્રિયંકા કાંતિ ચૌધરીનો સમાવેશ થતો હોવાની વિગતો હાલ સામે આવી છે જોકે તેની સાતત્યતા અને આ વ્યક્તોઓ મૂળ ક્યાંના છે તેની વિગતો ધીમે ધીમે બહાર આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












