Sunday, May 3, 2026
HomeGeneralકોઇ કશું બોલતા નહીં...! આ અમિત શાહ છે, માસ્ક વગર કર્યો છે...

કોઇ કશું બોલતા નહીં…! આ અમિત શાહ છે, માસ્ક વગર કર્યો છે ઘરે ઘરે પ્રચાર

- Advertisement -

નવજીવન.કૈરાના: શનિવારે યુપી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પારો ઉપર જતા દેખાયો હતો તે સમયે ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ યુપીની કૈરાના બેઠક પર પ્રચાર માટે પહોંચ્યા હતા. અમિત શાહે શહેરમાં ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો હતો. આ શહેર પશ્ચિમ યુપીમાં સ્થળાંતરના મુદ્દે હેડલાઇન્સ બની રહ્યો હતો. તેમણે પત્રિકાઓ વહેંચી હતી અને ભાજપને મત આપવાની અપીલ કરીને લોકોનું અભિવાદન કર્યું હતું. જોકે, આ સમયગાળા દરમિયાન અમિત શાહે માસ્ક પહેર્યું ન હતુ અને ચૂંટણી પંચના સોશિયલ ડિસ્ટન્સિંગ અંગેના નિયમોનું પણ ઉલંઘન જોવા મળી રહ્યું હતુ.


ચૂંટણી પંચે માત્ર પાંચ લોકો સાથે ઘરે-ઘરે પ્રચાર કરવાની મંજૂરી આપી છે. પરંતુ અમિત શાહ સાથે મોટી સંખ્યામાં ભીડ જોઈ શકાય છે. ત્યાં ભારે સુરક્ષા વ્યવસ્થા પણ જોવા મળી હતી. અમિત શાહ પક્ષના સેંકડો કાર્યકરો સાથે કૈરાનાની સાંકડી શેરીઓમાંથી પસાર થયા હતા. પક્ષના કાર્યકરો તરફથી પણ ખૂબ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અમિત શાહ સાધુ મીઠાઈની દુકાનના માલિક રાકેશ ગર્ગની દુકાને પહોંચ્યા અને તેમની સાથે પણ વાત કરી હતી.

- Advertisement -

અમિત શાહે કહ્યું કે અમે અહીં લોકો સાથે વાત કરી, સુરક્ષા અને આત્મવિશ્વાસની ભાવના દર્શાવી. લોકોએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ પરિસ્થિતિને કારણે તેઓ હવે અહીં શાંતિથી રહી રહ્યા છે. સ્થળાંતરની વાત કરનારાઓ આજે કૈરાનાથી જ સ્થળાંતર કરી ગયા છે.

કહેવાય છે કે કૈરાનાથી હિન્દુ હિજરત સમયે રાકેશ શહેર છોડીને ચાલ્યો ગયો હતો, પરંતુ હવે તે અહીં પાછો ફર્યો છે. જોકે અમિત શાહે કૈરાનામાં પોતાની જાહેર સભા મુલતવી રાખી હતી. શમલીમાં પાર્ટીના કાર્યકરોની બેઠકમાં ભાગ લેવા માટે સીધા ત્યાંથી રવાના થયા હતા. આ બેઠકમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ અને ચૂંટણી પ્રભારી પણ ભાગ લેશે.


- Advertisement -

ઉલ્લેખનીય છે કે ગત વખતે યુપી વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ યુપીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. પાર્ટીએ અહીં મોટાભાગની બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે પાર્ટી કિસાન આંદોલનને લઈને ઘરે-ઘરે મતદારોનું દિલ જીતવા માટે તમામ શક્તિ લગાવી રહી છે. અમિત શાહના ગ્રાઉન્ડ કેમ્પેઇનમાં પ્રવેશને કાર્યકર્તાઓમાં ઉત્સાહ લાવવાની રણનીતિના ભાગ રૂપે માનવામાં આવી રહ્યું છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular