Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadરિક્ષામાં બેસાડી 'દાદા'ના લાખ રૂપિયાના સોનાના બટન લૂંટી લેનારી અમદાવાદી ટોળકી પકડાઈ

રિક્ષામાં બેસાડી ‘દાદા’ના લાખ રૂપિયાના સોનાના બટન લૂંટી લેનારી અમદાવાદી ટોળકી પકડાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : માર્ચ મહિનાના અંતિમ દિવસે સાણંદ બાવળા રોડ (Sanand Bavla Road) પર ચાલવા નીકળેલા વયોવૃદ્ધને ચપ્પાની અણીએ લૂંટી લેનારી મહિલા સહિત ચાર શખસોની ટોળકી પોલીસે પકડી પાડી છે. સાણંદ પોલીસે રિક્ષામાં કરાયેલી લૂંટની ઘટનામાં સોનાના 4 બટન, રિક્ષા, છરી તેમજ 5 મોબાઈલ ફોન કબજે લીધા છે. પકડાયેલા આરોપીઓ પૈકી પ્રકાશ ઉર્ફે જાડીયો ઉર્ફે બટકો 18 વખત જુદાજુદા કેસમાં પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે. જ્યારે દિલીપ જખવાડીયા અને પૂનમબહેન જંદાવડા સામે બબ્બે પોલીસ કેસ થઈ ચૂક્યાં છે.

સાણંદ બાવળા રોડ પર આવેલા અતિથિ બંગ્લોઝમાં ગંગારામભાઈ સુતરીયા-પટેલ (ઉ.85 મૂળ રહે. બાજરળા, તા.ધંધુકા) તેમના મોટા પુત્ર ચમનભાઈ સાથે રહે છે. રોજ સવારે નવેક વાગે ભોજન કર્યા બાદ ગંગારામભાઈ નિત્યક્રમ અનુસાર બાવળા રોડ પર ચાલવા નીકળે છે. બાવળા રોડ પર મહાકાળી માતાના મંદિર પાસે ગઢીયા ચાર રસ્તા પાસેથી ગંગારામભાઈ પસાર થતા હતા તે સમયે એક સીએનજી રિક્ષા તેમની નજીક આવી હતી. રિક્ષામાં પાછળની સીટ પર એક મહિલા અને બે પુરૂષો બેઠા હતા અને એક શખસ ડ્રાઈવીંગ સીટ પર બેઠો હતો. ગંગારામભાઈને રિક્ષામાં ઘરે ઉતારી જવાનું કહી તેમને પાછળની સીટ પર બેસાડ્યા હતા. બાજુની સીટમાં બેસેલા અજાણ્યા શખસે ગંગારામભાઈ પટેલને ચપ્પુ બતાવી પહેરણમાં લાગેલા સોનાના ચાર બટન (કિંમત 1 લાખ)ના લૂંટી લઈ વયોવૃદ્ધને રસ્તામાં ઉતારી બાવળા તરફ રિક્ષા હંકારી મુકી હતી.

- Advertisement -

સોનાના બટન લૂંટતી વખતે ચપ્પુ બતાવનાર અને રિક્ષાચાલક વચ્ચે થયેલી વાતચીતના કારણે અનુક્રમે દિલીપ અને પ્રકાશ નામ હોવાનું જાણવા મળ્યું હતું. સાણંદ પોલીસ સ્ટેશન (Sanand Police Station) માં ચાર શખસો સામે લૂંટની ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં રિક્ષાચાલક પ્રકાશ અને દિલીપના નામે સામે આવતા સાણંદ પોલીસે તપાસ આરંભી દીધી હતી. સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી પોલીસે અમદાવાદી ટોળકીને શોધી કાઢી હતી. પકડાયેલા આરોપીઓમાં પ્રકાશ પટણી ઉર્ફે જાડીયો ઉર્ફે બટકો ઉર્ફે બકો, દિલીપ જખવાડીયા, વિજય પટણી અને પૂનમબહેન જંદાવડાની ધરપકડ કરી 3.11 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular