Sunday, April 19, 2026
HomeGujaratGandhinagarANTF એ ગાંધીનગર ચિલોડા સર્કલ ખાતેથી બે યુવકો 11.940 કિલો ગાંજા સાથે...

ANTF એ ગાંધીનગર ચિલોડા સર્કલ ખાતેથી બે યુવકો 11.940 કિલો ગાંજા સાથે પકડયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : CID Crime ગાંધીનગર ઝોનની એન્ટી નારકૉટિક્સ ટાસ્ક ફોર્સે ચિલોડા સર્કલ ખાતેથી બે યુવકોને 6 લાખની કિંમતના લગભગ 12 કિલો ગાંજા સાથે પકડ્યા છે. આ મામલે Anti-Narcotics Task Force એ ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ગાંજો આપનારા અને મગાવનાર એમ બે શખસોને NDPS Case માં ફરાર દર્શાવાયા છે.

એન્ટી નારકૉટિક્સ ટાસ્ક ફોર્સને બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી આવતા બસમાંથી ગાંજાની હેરાફેરી થાય છે. હિંમતનગર-સુરતની બસમાંથી બે યુવકો નીચે ઉતરતા તેમને ANTF ના સભ્યોએ આંતરી લઈ તેમની પાસે રહેલો થેલો તપાસતા તેમાંથી 11.940 કિલો ગાંજો મળી આવ્યો હતો. 6 લાખના ગાંજા સાથે વિરાજ પરેશકુમાર સોલંકી (ઉ.26 રહે. મોટી ભાગોર, ડભોડા, તા.ગાંધીનગર) અને આદિત્ય મથુરભાઈ બારૈયા ઉર્ફે આદી (ઉ.22 રહે. ચાણક્યપુરી, અમદાવાદ) પકડાતા તેમની પૂછપરછ કરાઈ હતી. પૂછપરછમાં વિરાજે જણાવ્યું હતું કે, ડભોડાના મીત પ્રજાપતિએ ગાંજો લાવવા માટે દોઢ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ગાંજાની ડિલિવરી સાંબરકાંઠાના હડાદ પાટીયા પાસેથી લેવાની હોવાથી વિરાજ તેની સાથે આદિત્ય ઉર્ફે આદીને લઈ ગયો હતો. હડાદ ગામના પાટીયા પાસેથી નાગજી બુબડીયાએ ગાંજાનો જથ્થો આપ્યો હતો. જેના પેટે 50 હજાર રોકડા અને 80 હજાર ઑનલાઈન પેમેન્ટ વિરાજ સોલંકીએ કર્યું હતું. ANTF Gandhinagar ના પીએસઆઈ પી. એસ. ઝાલાએ આ અંગે ચિલોડા પોલીસ સ્ટેશન (Chiloda Police Station) ખાતે સરકાર તરફે ફરિયાદ નોંધાવતા ચિલોડા પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular