Friday, May 1, 2026
HomeGujaratAhmedabadબિલ્ડિંગ બનાવો છો કે, ભાડાનું બિલ્ડઅપ? Ahmedabad RTOનું બિલ્ડીંગ અધૂરું, પણ 13...

બિલ્ડિંગ બનાવો છો કે, ભાડાનું બિલ્ડઅપ? Ahmedabad RTOનું બિલ્ડીંગ અધૂરું, પણ 13 લાખ/m ભાડું પુરે પૂરું!

- Advertisement -

Ahmedabad RTO બિલ્ડીંગનું બાંધકામ સાડા ચાર વર્ષે પણ અધૂરૂં, મહિને 12.98 લાખ ભાડામાં

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : સાઉથની મુવીમાં જેમ હિરોની એન્ટ્રી માટે બિલ્ડપ જોવા મળતું હોય છે કે, વીરો કે વીર, ચક્રવર્તી, સિંહને શિકાર કરતા જોયો છે વગેરે વગેરે… આ બિલ્ડપમાં ફાયદો સ્વાભાવીક રીતે મુવીમાં થાય છે. પણ અહીં અમદાવાદમાં એક હીરો માટે છેલ્લા ચાર વર્ષથી બિલ્ડઅપનું કામ ચાલી રહ્યું હોય તેવું તમને થશે, જ્યારે તમે તે હિરોને જોઈ લેશો. અહીં થાપ ખાતા નહીં, આ ફિલમમાં કોઈ વ્યક્તિ હિરો નથી, હિરો છે અમદાવાદ આરટીઓનું નવું બની રહેલું બિલ્ડીંગ. 11 મહિનામાં બની જવાનું હતું પણ હજુ સુધી આ હિરોનું બિલ્ડઅપ જ પુરું થતું નથી કારણ એવું માનવામાં આવે છે કે આ બિલ્ડઅપમાં જ કમાણી છે. અમદાવાદ આરટીઓ કચેરીનું નવિન બિલ્ડીંગ સપ્ટેમ્બર-2020થી બની રહ્યું છે. સુભાષબ્રિજ નજીક આવેલા અમદાવાદ આરટીઓ કેમ્પસમાં નવું બિલ્ડીંગ બનતું હોવાથી નજીકમાં આવેલા હિમાલયા એલેન્ઝા કૉમ્પલેક્ષમાં Ahmedabad RTO Office ખસેડવામાં આવી છે. આજે વિધાનસભામાં આ મુદ્દે જિગ્નેશ મેવાણી અને તુષાર ચૌધરીએ સવાલ પૂછતાં વાહન વ્યવહાર વિભાગ મહિને 12.98 લાખનું ભાડું મિલકત માલિકોને ચૂકવતા હોવાનું સામે આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, બાંધકામમાં વિલંબ બદલ માર્ગ અને મકાન વિભાગે વખતોવખત એજન્સીને સમયમર્યાદા માટે નોટિસો પાઠવી છે.

- Advertisement -

સાડા ચાર વર્ષે એજન્સી બિલ્ડીંગ નથી બાંધી શકી, તો આવી એજન્સીઓને કેમ કામ આપવું?

ગુજરાત વિધાનસભામાં અમદાવાદ આરટીઓ કચેરીના નવીનીકરણનું કામ ક્યારે મંજૂર કરાયું અને પૂર્ણ કરવાની સમયમર્યાદા કેટલી હતી? તે સવાલ કૉંગ્રેસના ધારાસભ્યે પૂછ્યો હતો. જેના જવાબમાં વાહન વ્યવહાર વિભાગે ઑગસ્ટ-2019ના ઠરાવથી નવીન બિલ્ડીંગના બાંધકામને મંજૂરી અપાઈ હતી અને 16 સપ્ટેમ્બર 2020માં વર્ક ઑર્ડર અપાયો હતો. આ કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા 11 મહિનાની હતી. સમયમર્યાદા કરતાં એજન્સીએ બાંધકામમાં સાડા ચાર વર્ષનો વિલંબ કર્યો છે.

માત્ર બે વર્ષમાં 2.33 કરોડ ભાડું ચૂકવ્યું

- Advertisement -

બાંધકામમાં સાડા ચાર વર્ષના વિલંબને કારણે મહિને લાખો રૂપિયાનું ભાડું સરકારને ચૂકવવું પડે છે. વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં 2 કરોડ 33 લાખ 64 હજાર રૂપિયા ભાડા પેટે ચૂકવવામાં આવ્યા છે. જ્યારે બાંધકામમાં વિલંબ કરનારી એજન્સીને સમયમર્યાદા માટે માર્ગ અને મકાન વિભાગે (Roads and Building Department) નોટિસો પાઠવી છે અને ટેન્ડરની જોગવાઈઓને આધિન સ્થિતિ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.

હવે આ બિલ્ડીંગનું બિલ્ડઅપ પુરું થાય તો શાંતિ થાય તેવું દરેક દર્શ કહેશે. કારણ કે અહીં ફિલમ તો લોકોના રૂપિયાની ઉતરી રહી છેને….

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular