Thursday, April 30, 2026
HomeGujaratરાજકોટ AIIMS ના ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો, દોઢ...

રાજકોટ AIIMS ના ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો, દોઢ મહિના અગાઉ પણ કર્યો હતો પ્રયાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટની AIIMS હૉસ્પિટલના MBBS ના વિદ્યાર્થી અને ઇન્ટર્ન ડૉક્ટરે પરાપીપળીયા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો છે. પોલીસને મારવાડી ભાષામાં લખેલી સુસાઇડ નૉટ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. મૃતક માનસિક આઘાતમાં હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જો કે, પોલીસ મૃતકના પરિવારજનો અને હૉસ્પિટલના સ્ટાફ-વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી નિવેદન લેશે. અત્રે નોંધનીય છે કે, આપઘાત કરનારા યુવાને દોઢ માસ પૂર્વે આત્મહત્યા કરવા ગયો હતો, પરંતુ પરાપીપળીયાના ગ્રામજનોએ તેને બચાવી લીધો હતો.

સુસાઇડ નોટમાં મેન્ટલી ડિસ્ટર્બ હોવાનો ઉલ્લેખ

- Advertisement -

મૂળ રાજસ્થાનના જેસલમેરનો વતની ડૉ. રતનકુમાર મેઘવાલ Rajkot AIIMS હૉસ્પિટલનો MBBS સ્ટુડન્ટ હતો. આજે વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ રતનકુમાર હૉસ્ટેલથી નીકળી પોણા પાંચેક વાગ્યાની આસપાસ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે પહોંચ્યો હતો. રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન નીચે પડતું મુકીને રતનકુમારે પોતાના જીવનનો અંત આણી દીધો છે. આ મામલે અકસ્માત મોતની નોંધ કરી ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલી સુસાઇડ નોટમાં પોતે મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે આપઘાત કરી રહ્યો હોવાનો રતનકુમારે ઉલ્લેખ કર્યો છે.

રતનનું કાઉન્સિલિંગ પણ કરાયું હતું

રતનકુમારના મોતના સમાચાર મળતા તેનો પરિવાર રાજસ્થાન ખાતેથી રાજકોટ દોડી આવ્યો છે. અન્ય જાણકારી અનુસાર માનસિક રીતે અસમંજસમાં રહેલા રતનકુમારનું હૉસ્પિટલ સત્તાધીશોએ કાઉન્સિલિંગ પણ કરાવ્યું હતું. રતન મેઘવાલને તેના માતા-પિતા પાસે પણ મોકલી દેવાયો હતો. ત્યારબાદ તે હૉસ્પિટલ કેમ્પસમાં રહેતો ન હતો.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular