Friday, May 1, 2026
HomeGujaratઅમદાવાદ આલ્ફા-1 મોલમાં ટહેલતો હતો આ શખ્સ, પોલીસની ટીમે જાણો કેમ દબોચ્યો

અમદાવાદ આલ્ફા-1 મોલમાં ટહેલતો હતો આ શખ્સ, પોલીસની ટીમે જાણો કેમ દબોચ્યો

- Advertisement -

નવજીવન.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર સતત નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જિલ્લા પેરોલ ફર્લો ટીમે શામળાજી પોલીસ સ્ટેશનના ૩ જેટલા પ્રોહીબીશનના ગુનાનો અને છેલ્લા કેટલાક સમયથી નાસતા-ફરતા લિસ્ટેડ બુટલેગરને અમદાવાદ વસ્ત્રાપુર આલ્ફા-૧ મોલમાં ટહેલતો હતો ત્યારે જ દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.




અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અમદાવાદમાં પડાવ નાખ્યો હતો ત્યારે શામળપુર ગામનો લિસ્ટેડ બુટલેગર ઈશ્વર બાબુભાઇ ગામેતી વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફા-૧ મોલમાં હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમ તાબડતોબ આલ્ફા-૧ મોલમાં પહોંચી નામચીન બુટલેગર ઈશ્વર ગામેતીને કોર્ડન કરી દબોચી લેતા બુટલેગરના મોતીયા મરી ગયા હતા. અરવલ્લી પેરોલ ફર્લો ટીમે શામળાજી પોલીસ સ્ટેશનમાં જ ૩ ગુના પ્રોહિબિશનના નોંધાયેલા હોવાનું અને દારૂની હેરાફેરી અને વેપલામાં સંડોવાયેલા નામચીન બુટલેગર ઈશ્વર છેલ્લા કેટલાક સમયથી શામળાજી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો, ત્યારે પેરોલ ફર્લો ટીમે ઝડપી પાડી શામળાજી પોલીસને સુપ્રત કરતા પોલીસે બુટલેગર ઈશ્વર ગામેતી સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular