Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadPopular Builders : ભાગેડુ ભૂમાફિયા દશરથ પટેલને અદાલતમાં હાજર થવા ફરમાન

Popular Builders : ભાગેડુ ભૂમાફિયા દશરથ પટેલને અદાલતમાં હાજર થવા ફરમાન

- Advertisement -

નવે.-2022માં પટેલ બંધુઓ સામે FIR,ફેબ્રુ.-2026માં દશરથભાઈ ભાગેડુ જાહેર

અમદાવાદ : અમદાવાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં સેંકડો વિઘાના જમીન માલિક એવા પોપ્યુલર બિલ્ડર્સ (Popular Builders) ના દથરથ પટેલ ભાગેડુ જાહેર થયા છે. સાણંદ તાલુકાના ગોધાવીમાં આવેલી કરોડો રૂપિયાની જમીન ઘસી નાખવાનો કેસ પટેલ બંધુઓ સામે નવેમ્બર-2022માં બોપલ પોલીસે નોંધ્યો હતો. આ કેસમાં રમણ પટેલની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે દથરથ પટેલે હાઇકૉર્ટ, સુપ્રીમ કૉર્ટ અને સેશન્સ કૉર્ટના વારંવાર દ્ધાર ખખડાવી ધરપકડ ટાળવા સતત પ્રયાસ કર્યો હતો. ન્યાયાલયમાંથી રાહત નહીં મળતા દથરથ પટેલ ધરપકડથી બચવા છુપાતા ફરી રહ્યાં છે. આખરે સાણંદ કૉર્ટે દશરથ પટેલને ભાગેડુ જાહેર કરી 10 માર્ચ સુધીમાં અદાલત સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે.

ઓગસ્ટ-2020માં ફિઝુ પટેલ કેસમાં ધરપકડ

- Advertisement -

રમણ પટેલ તેમના પુત્ર મોનાંગ અને ભાઈ દશરથ તથા ભત્રીજા વિરેન્દ્ર સહિત અન્યની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ઓગસ્ટ-2020માં ફરિયાદ થઈ હતી. રમણ પટેલના પુત્રવધૂ ફિઝુ પટેલે નોંધાવેલી હત્યાના પ્રયાસની ફરિયાદમાં તબક્કાવાર રમણ પટેલ, મોનાંગ, દશરથ પટેલ, વિરેન્દ્ર સહિત અન્યની ધરપકડ થઈ હતી. ફરિયાદી ફિઝુ પટેલનું અપહરણ કરી ગોંધી રાખી બળજબરીપૂર્વક કાગળ પર સહીઓ કરાવવાનો પણ આરોપ હતો. બિલ્ડર રમણ પટેલે પુત્રવધૂ સાથે સમાધાનના પ્રયાસ કર્યા હતા, જેમાં રમણ પટેલના ભાઈ દશરથ અને ભત્રીજો વીરેન્દ્ર હાજર હતો. પોલીસે આ પૈકી રોકડ રૂપિયા 2.5 કરોડ પણ કબજે કરી હતી.

જમીન પચાવી પાડવાના અનેક કેસ નોંધાયા

ફિઝુ પટેલ કેસ (Fizu Patel) માં પોપ્યુલર બિલ્ડર્સ પરિવારના સભ્યોને જેલ થતાં જમીન વિવાદના કેસો એક પછી એક સામે આવવા લાગ્યા હતા. ખોટા દસ્તાવેજો, વારસદાર બનાવી તેમજ યેનકેન પ્રકારે કરોડો/અબજો રૂપિયાની જમીન અમદાવાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પચાવી પાડી હોવાના મામલા સામે આવ્યા હતા. જેને લઈને અમદાવાદ શહેર તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં રમણ પટેલ સામે નવેક ફરિયાદ તેમજ દશરથ પટેલ સામે અડધો ડઝન જેટલી ફરિયાદો જમીન મામલે નોંધાઈ ચૂકી છે. વર્ષ 1996માં સાણંદના ચેખલા ગામના જમીન કેસમાં સાણંદ કૉર્ટે રમણ પટેલને 4 વર્ષની સજા પણ ફટકારી છે.

- Advertisement -

ગોધાવીના લેન્ડ કેસમાં દથરથ પટેલ ભાગેડુ

અમદાવાદમાં રહેતા રામકૃષ્ણ આચાર્યએ બોપલ પોલીસ સ્ટેશનમાં ગોધાવી ખાતે આવેલી વડિલોપાર્જિત જમીન પટેલ બંધુઓએ પચાવી પાડી હોવાની ફરિયાદ કરી હતી. 25 નવેમ્બર 2022ના રોજ નોંધાયેલી ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે, રમણ પટેલ, દશરથ પટેલ અને અન્ય એક શખસે ભેગા મળીને બોગસ વારસદાર થકી હજારો વાર જમીન પચાવી પાડી છે. આ મામલાની તપાસ કરી રહેલાં પીઆઈ આર.કે.કરમટીયા (PI R K Karmatiya) એ જેલમાં કેદ રમણ પટેલની જે-તે સમયે ટ્રાન્સફર વૉરંટના આધારે ધરપકડ કરી હતી. જ્યારે દશરથ પટેલ અન્ય કેસોમાં જામીન મુક્ત હોવાથી તેમણે Gujarat High Court અને તે પછી સુપ્રીમ કૉર્ટમાં ક્વૉશીંગ પિટીશન ફાઈલ કરી હતી, પરંતુ રાહત નહીં મળતા તેમણે આગોતરા માટે સેશન્સ કૉર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સેશન્સ કૉર્ટ પછી હાઇકોર્ટ અને ફરી સુપ્રીમ કૉર્ટમાં ધા નાંખવા છતાં અદાલતે રાહત આપી ન હતી. આખરે ત્રીજી વખત ગુજરાત હાઇકૉર્ટમાં કવૉશીંગ ઑન મેરિટ પિટીશન કરી હતી, પણ તે નવેમ્બર-2025માં રિજેક્ટ થતાં દશરથ પટેલ ધરપકડ ટાળવા છુપાતા ફરે છે. આ કેસના તપાસ અધિકારી કરમટીયાએ સાણંદ કૉર્ટમાં રિપોર્ટ કરતા અગાઉ 70નું વૉરંટ જારી કરાયું હતું અને તાજેતરમાં અદાલતે દશરથ પટેલ સામે 82નું વૉરંટ જારી કરી ભાગેડુ જાહેર કર્યા છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular