Friday, April 17, 2026
HomeGeneralવેલેન્ટાઇન સ્કેમ : 'I Love You' મેસેજ કે ફ્રી ગિફ્ટની લાલચમાં ખાલી...

વેલેન્ટાઇન સ્કેમ : ‘I Love You’ મેસેજ કે ફ્રી ગિફ્ટની લાલચમાં ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ

- Advertisement -

જય અમીન(નવજીવન ન્યૂઝ. અરવલ્લી) : સાયબર ગઠીયાઓ નિતનાવા કિમીયા અપનાવી સાયબર ફ્રોડ કરી રહ્યા છે. વેલેન્ટાઇન વીક દરમિયાન રોમાન્સ સ્કેમ સૌથી મોટું જોખમ છે. આમાં છેતરપિંડી કરનારાઓ સોશિયલ મીડિયા પર આકર્ષક નકલી પ્રોફાઇલ બનાવે છે.અને યુવકો અને પ્રેમમાં પડવા અધીરા બનેલા લોકોને શિકાર બનાવી રહ્યા છે. મોડાસા શહેરમાં એક યુવક અને આધેડ ઇન્ટરનેટ પર પ્રણય ફાગ ખેલવા જતા હજ્જારો રૂપિયા ગુમાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સાયબર ઠગાઈનો ભોગ બનેલ પીડિત યુવક અને આધેડ પરિવારમાં અને ગામમાં આબરૂ જવાના ડરથી મગનું નામ મરી પાડવા કે પોલીસ ફરિયાદ કરવા ટાળી રહ્યા છે અને ગુપ્તતા રાખી રહ્યા છે.

વેલેન્ટાઇન વીકની શરૂઆત થતાં જ જ્યારે લોકો પોતાના પ્રિયજન માટે સરપ્રાઈઝ અને ગિફ્ટ્સનું પ્લાનિંગ કરી રહ્યા છે, ત્યારે સાયબર ગુનેગારો પણ સક્રિય થયા છે. ડિજિટલ યુગમાં પ્રેમના નામે છેતરપિંડી કરવા માટે સ્કેમર્સ સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સનો સહારો લઈ રહ્યા છે. રોમાન્સ સ્કેમ અને ફેક ગિફ્ટ ડિલિવરી દ્વારા લોકોના બેંક એકાઉન્ટમાંથી નાણાં ચોરી લેવાની ઘટનાઓ વધતા સાયબર નિષ્ણાતોએ ચેતવણી જાહેર કરી છે. આ છેતરપિંડીથી બચવા માટે ટેકનોલોજીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો અનિવાર્ય બન્યો છે.

- Advertisement -

વેલેન્ટાઇન વીક દરમિયાન રોમાન્સ સ્કેમ સૌથી મોટું જોખમ છે. આમાં છેતરપિંડી કરનારાઓ સોશિયલ મીડિયા પર આકર્ષક નકલી પ્રોફાઇલ બનાવે છે. શરૂઆતમાં તેઓ મીઠી વાતો અને “I Love You” જેવા સંદેશાઓથી તમારો વિશ્વાસ જીતે છે.વિશ્વાસ કેળવાયા પછી, તેઓ અચાનક મેડિકલ ઇમરજન્સી અથવા નોકરી ગુમાવવાનું બહાનું કાઢીને નાણાંની માંગણી કરે છે. એકવાર પૈસા ટ્રાન્સફર થયા પછી, તે પ્રોફાઇલ સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ જાય છે.

ઘણા યુઝર્સને વોટ્સએપ અથવા એસએમએસ દ્વારા મેસેજ મળે છે કે તેમના નામે કોઈએ મોંઘી ગિફ્ટ અથવા ફ્લાવર ડિલિવરી મોકલી છે.આ મેસેજમાં એક શંકાસ્પદ લિંક હોય છે. ડિલિવરી કન્ફર્મ કરવા માટે OTP અથવા નાની રકમ ચૂકવવાનું કહેવામાં આવે છે.જેવી તમે લિંક પર ક્લિક કરો છો અથવા બેંકિંગ વિગતો આપો છો, સાયબર ચોર તમારા ડિજિટલ વોલેટનો એક્સેસ મેળવી લે છે.અને રૂપિયા ખંખેરી લેતા હોય છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular