Thursday, April 23, 2026
HomeGeneralઅરવલ્લી :PM મોદીએ લોકાર્પણ કરેલા બાજકોટ સબયાર્ડની થઈ આવી હાલત

અરવલ્લી :PM મોદીએ લોકાર્પણ કરેલા બાજકોટ સબયાર્ડની થઈ આવી હાલત

- Advertisement -

જય અમીન (અરવલ્લી.નવજીવન ન્યૂઝ) : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ 2017માં અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના શામળાજી રોડ પર બાજકોટ સબયાર્ડનું લોકાર્પણ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જોકે અગમ્ય કારણોસર છેલ્લા 8 વર્ષથી સબયાર્ડ બંધ હાલતમાં હોવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જીલ્લા કૉંગ્રેસે જે સરકાર અને પ્રશાસનની ઘોર બેદરકારીને લીધે સબયાર્ડ બંધ હાલતમાં પડી રહ્યો હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક ધોરણે બાજકોટ સબયાર્ડ ચાલુ કરવામાં આવેની માંગ કરી હતી.

bajkot yard news
bajkot yard news

વર્ષ ૨૦૧૭માં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયેલ આ સબયાર્ડમાં ૧૭૦ ગોડાઉન અને ૧૧૪ દુકાનો તૈયાર કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી અહીં પાક હરાજીની એક દિવસની પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી. ઉદ્ઘાટન કરીને ફોટા પડાવ્યા, પરંતુ ખેડૂતોને સુવિધા આપવાની કોઈ ઈચ્છા દેખાતી નથી. આ હકીકત અત્યંત દુઃખદ છે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણ પટેલે જીલ્લા કલેક્ટર અને જીલ્લા રજીસ્ટ્રારને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું, કે ઉદ્ઘાટન પછી પણ સબયાર્ડ કેમ શરૂ થયું નથી? આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ છે ?કરોડો રૂપિયા ના ખર્ચે તૈયાર થવા છતાં સુવિધા ખેડૂતો સુધી કેમ પહોંચતી નથી?

- Advertisement -

પ્રમુખ અરૂણ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન થયેલો પ્રોજેક્ટ વર્ષો સુધી બંધ રહેવું એ માત્ર નિષ્ફળ આયોજન નહીં પરંતુ ખેડૂતો સાથે મજાક સમાન છે. આજે બાજકોટ સબયાર્ડ વિકાસનું પ્રતીક નહીં, પરંતુ નિષ્ક્રિયતા અને જવાબદારીના અભાવનું જીવતું ઉદાહરણ બની ગયું છે.કોંગ્રેસ તરફથી સ્પષ્ટ અને દૃઢ માંગ કરવામાં આવે છે કે બાજકોટ સબયાર્ડને તાત્કાલિક કાર્યરત કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને તરત હકની સુવિધા આપવામાં આવેની માંગ કરી હતી જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો ખેડૂતોના હિતમાં લોકશાહી રીતે કડક વિરોધ, આંદોલન અને રસ્તા પર ઉતરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular