Monday, May 4, 2026
HomeGujaratગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસ 1 લાખને પારઃ આજે નવા 24,485 કેસ નોંધાયા,...

ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસ 1 લાખને પારઃ આજે નવા 24,485 કેસ નોંધાયા, 13 વ્યક્તિના જીવ ગયા

- Advertisement -

નવજીવન. ગાંધીનગરઃ ગુજરાતમાં આપણે કોરોનાની ત્રીજી લહેર આવવાની રાહ જોતા હતા પરંતુ હવે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર નહીં કોરોનાની સુનામી આવી છે. ગુજરાતમાં સતત રોજ નવા આવતા કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં 24,485 નવા કેસ નોંધાયા હતા તેમજ 13 દર્દીઓના મૃત્યુ થયા હતા. આજે આવેલા નવા કેસની સાથે ગુજરાતમાં એક્ટીવ કેસનો આંકડો 1 લાખને પાર કરી ગયો છે.

આજે ગુજરાતમાં 24,485 નવા કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધારે 9837 કેસ નોંધાયા હતા. જ્યારે સુરત શહેરમાં 2981 કેસ નોંધાયા હતા અને વડોદરા શહેરમાં 2823 કેસ નોંધાયા હતા. આજે ગુજરાતમાં કુલ 13 દર્દીઓના મૃત્યુ થયા હતા. જેમાં આમદાવાદમાં 7, સુરતમાં 2 તેમજ જામનગર, ગાંધીનગર, રાજકોટ અને ખેડામાં 1-1 દર્દીઓના મૃત્યુ થયા હતા.

- Advertisement -



આજે નોંધાયેલા કેસની સાથે આજે ગુજરાતમાં એક્ટીવ કેસની સંખ્યા 1 લાખને પાર કરી ગઈ છે. 1,04,888 દ4દીઓમાંથી 156 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને અન્ય 1,04,732 દર્દીઓ સામાન્ય હાલતમાં છે. આજે ગુજરાતમાં 10,310 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા હતા. તેની સાથે ગુજરાતનો રિકવરી રેટ 88.51 ટકા થયો છે.

ઉલ્લખનીય છે કે મહારાષ્ટ્રમાં આજે જાહેરાત કરવામાં આવી છે કે કોરોનાના કેસ ઘટવાના કારણે હવે શાળાઓ શરુ કરવામાં આવશે ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો આવી રહ્યો છે તેમ છતાં સરકાર દ્વારા કોઈ આકરા પગલા લાવામાં કેમ નથી આવી રહ્યા તે સહિતના પ્રશ્નો લોકોમાં ગણગણી રહ્યા છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular