Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadસુરતમાં સોસાયટીમાં સાયકલ ચલાવતા બાળકનું દોરીથી ગળું કપાતા 15 સેકન્ડમાં મોત

સુરતમાં સોસાયટીમાં સાયકલ ચલાવતા બાળકનું દોરીથી ગળું કપાતા 15 સેકન્ડમાં મોત

- Advertisement -

ઉત્તરાયણ પર્વની મોજ વચ્ચે ગુજરાતમાં અનેક લોકોના ગળા કપાતા મોતની ઘટનાઓ સામે આવી છે. જેમાં 15 જાન્યુઆરીએ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની અમોલભાઈ બોરસેનો 8 વર્ષનો પુત્ર રેહાન્સ કાળમુખી દોરીનો શિકાર બન્યો.

રેહાન્સ સોસાયટીમાં બાળકો સાથે સાયકલ ચલાવી રહ્યો હતો ત્યાં સોસાયટીની દિવાલ અને તાર ફેન્સિંગ પાસે પતંગની દોરી લટકી રહી હતી. રેહાન્સ જેવો સાયકલ લઇને આવ્યો કે આ લટકતી દોરી તેના ગળામાં ભરાઇ અને તે કશું સમજે તે પહેલા તો ગળું કપાઇ ગયું. રેહાન્સને લોહીલુહાણ જોઇ બીજા બાળકો આ ઘટના વિશે કહેવા માટે પરિવારને દોડી ગયા હતા. પરંતુ માત્ર 15 સેકન્ડમાં તો રેહાન્સના શરીરમાંથી ખૂબ જ લોહી વહી ગયું અને હોસ્પિટલ લઇ જતાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે રેહાન્સ તેના પરિવારનો એકનો એક દીકરો હતો અને ધોરણ-3 માં અભ્યાસ કરતો હતો. તેના પિતા હજીરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમજ ઉત્તરાયણ પર ગુજરાતમાં પતંગની દોરીના કારણે 8 લોકોના જીવ ગયા છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular