અમદાવાદમાં વધુ એક ડમ્પરની ટક્કરે ટુવ્હિલર ચાલક યુવતીની મોત નિપજ્યું છે. ગત રાત્રે ખોખરામાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરતી 22 વર્ષીય ખુશ્બુ ગુપ્તા ટુવ્હિલર પર અનુપમથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અયોધ્યા સોસાયટી નજીક મનીષા ટ્રેડર્સના ડમ્પર (GJ-27-TT-1555)ના ચાલકે યુવતીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું નિપજ્યું હતું. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ડમ્પરચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મનીષા ટ્રેડર્સના ડમ્પરે વર્ષ 2023માં એક અકસ્માત સર્જ્યો હતો જેમાં બાળકનું મોત થયું હતું.








