ઓનલાઈન રિટેલર એમેઝોન પાસેથી કથિત રીતે આશરે $2 મિલિયન (આશરે 18.5 કરોડ રૂપિયા)ની કિંમતની વસ્તુઓની ચોરી કરવા બદલ એજેક્સ (Ajax)ના એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરના બે કર્મચારીઓ સહિત પાંચ લોકો સામે ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા છે. આ તમામ પાંચ આરોપીઓ ગુજરાતી છે અને તેમાં 2 મહિલાઓ પણ સામેલ છે.
પકડાયેલા આરોપીઓના નામ જાન્વીબેન ધામેલિયા, યશ ધામેલિયા, મેહુલ બલદેવભાઈ પટેલ, આશિષકુમાર સવાણી અને બંસરી સવાણી જાહેર થયા છે. આ તમામ સામે ટ્રાફિકિંગ (ગેરકાયદેસર વેપાર)ના હેતુથી ગુનાહિત રીતે મેળવેલી મિલકત રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, મેહુલ પટેલ અને આશિષકુમાર સવાણી સામે છેતરપિંડી અને ચોરીના વધારાના આરોપો પણ મૂકવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે તેમણે કુલ મળીને $250,000 થી વધુની કિંમતના અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક્સ સાધનો અને $50,000 રોકડા જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી આમાંથી કોઈ પણ આરોપ અદાલતમાં સાબિત થયા નથી.








