અમદાવાદમાં સાબરમતી નદી પરનો ટ્રાફિકમાં સૌથી વધુ વ્યસ્ત રહેતો સુભાષબ્રિજ તેનો સ્પાન બેસી જવાને કારણે વાહનોની અવરજવર માટે ગુરવાર સાંજથી બંધ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમ દ્વારા બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમ 5 દિવસ તેનું ઇન્સપેક્શન કરશે અને ત્યાર બાદ જ બધુ સુરક્ષિત લાગશે તો જ આ બ્રિજ શરુ કરવામાં આવશે નહીં તો તેનું સમારકામ કરી ત્યારબાદ શરુ થશે. જેથી દરરોજના 1 લાખથી વધુ વાહનોચાલકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડશે.
આપને જણાવી દઈએ કે સુભાષબ્રિજ બંધ થતાં આ જગ્યાઓ પર ટ્રાફિકજામ થશે
-રાણીપ ડી માર્ટ ચાર રસ્તા
-વાડજ દધીચિ બ્રિજ કટ
-વાડજ ચાર રસ્તા
-દૂધેશ્વર વોટર વર્ક્સ પાસે
વૈકલ્પિક રુટ
ચાંદખેડા, સાબરમતી તરફથી આવતા વાહનોચાલકોને દિલ્હી દરવાજા જવું હોય તો ચીમનભાઇ પટેલ બ્રિજ ઉતરી રાણીપ ટર્મિનલ થઇ નવા બનેલ માર્ગથી વાડજ સર્કલથી દધિચી બ્રિજ પર થઇને દિલ્હી દરવાજા, શાહીબાગ અને સિવિલ જઇ શકશે.
સાબરમતી, ચાંદખેડા તરફથી આવતા વાહનોને સિવિલ તરફ જવું હોય તો ભાટ-કોટેશ્વર રોડ થઇને ઇન્દિરાબ્રિજ થઇને એરપોર્ટ રોડ પરથી સિવિલ તરફ જઇ શકાશે.
શાહીબાગથી સુભાષબ્રિજ તરફ જવા માટે શાહીબાગ અંડરબ્રિજ થઇ અથવા શાહીબાગ રેલવે બ્રિજ પરથી નમસ્તે સર્કલથી કેન્દ્રિય વિદ્યાલય કટથી દેવજીપુરા થઇને દચિચી બ્રિજ થઇ વાડજ સર્કલ થઇને રાણીપ ડિમાર્ટ થઇ સુભાષબ્રિજ જઇ શકાશે.








