એરલાઇન્સ કંપની ઇન્ડિગોમાં પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે સમગ્ર ભારતમાં ઇન્ડિગોની મોટી સંખ્યામાં ફ્લાઇ્ટસ રદ કરવામાં આવી રહી છે. જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર અનેક હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક જમાનામાં આપણે એવું સાંભળતા કે બસ સ્ટેશન પહોંચ્યા અને ખબર પડી કે ડ્રાઇવર કે કંડક્ટર નથી બસ નહીં ઉપડે… આવી જ હાલત જાણે હવે ઇન્ડિગોમાં સર્જાઇ છે. હજારો મુસાફરો એરપોર્ટ પહોંચી રહ્યા છે અને ન્ડિગોમાં પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે અનેક ફ્લાટ્સ રદ થઇ રહી છે.
આ સ્થિતિ અંગે ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે, 15 ડિસેમ્બર 2025 સુધીમાં જેનું બુકિંગ છે, તેમણે હાલાકી ભોગવવી પડી શકે છે.
આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધીમાં 26 ફ્લાઈટ કેન્સલ થઈ છે. જેમાં વડોદરા એરપોર્ટથી છ ફ્લાઈટ રદ થઈ છે. તો અમદાવાદ એરપોર્ટ પર રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં અરાઇવલ 7 અને ડીપાર્ચર 12 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટની પણ એક ફ્લાઈટ રદ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
મુસાફરોની ભીડ વધતા હવે બીજી તરફ પશ્ચિમ રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન ચલાવવામાં આવશે. જેમાં ટ્રેન નં. 09497/09498: સાબરમતીથી દિલ્હી જંક્શન, સુપરફાસ્ટ સ્પેશિયલ (4 ટ્રિપ્સ) કરશે.








