નવજીવન. સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં ને.હા-48 ઉપર આજે વહેલી સવારે રોડ અકસ્માતમાં બે દીપડાના મોત નિપજ્યાં છે. આજે સવારે અજાણ્યા વાહનની અડફેટે આવતા દીપડાના રોડ અકસ્માતમાં મોત નિપજ્યાં છે. કામરેજ પંથકમાં કેટલાક દિવસોથી દીપડા નજરે પડી રહ્યા હોવાનો વિડીયો પણ વાઇરલ થયો હતો. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તેમજ કામરેજ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ વહેલી સવારે કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં ને.હા-48 ઉપર એક અજાણ્યા વાહનની ટક્કરે બે દીપડાના મોત નિપજ્યાં છે. હાઇવે ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે આ દીપડાને અડફેટે લેતા મોત નિપજ્યાં હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ આસપાસના વિસ્તારમાં વાયુવેગે ફેલાતા લોકો હાઇવે ઉપર દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. કેટલાક દિવસોથી કામરેજ પંથકમાં દીપડાઓ ફરી રહ્યા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. કામરેજ પોલીસ સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












