Tuesday, June 23, 2026
HomeBusinessઇન્ટરબેંક કરન્સી વેપારમાં ભારે અફડાતફડી રૂપિયો 9 એપ્રિલના તળિયે

ઇન્ટરબેંક કરન્સી વેપારમાં ભારે અફડાતફડી રૂપિયો 9 એપ્રિલના તળિયે

- Advertisement -

આ મહીને અત્યાર સુધીમાં રૂપિયો ૧.૦૫ ટકા અને ૨૦૨૫મા ૧ ટકો ઘટ્યો

ગ્રીન્ફીલડ પ્રોજેક્ટ અને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ફાઈનાન્સ ડીલ સંદર્ભે એફડીઆઈ મેળવવામાં ટોપ ફાઈવમાં સ્થાન

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): જાગતિક બજારમાં અમેરિકન ડોલરની મજબૂતી અને વધતા ક્રૂડ ઓઇલના ભાવે ભારતીય રૂપિયાને નીચે જવાનું જબ્બર દબાણ સર્જ્યું છે. ઇન્ટર બેંક રૂપિયાના ચલણ વેપારમાં ભારે અફડાતફડી જોવાઈ રહી છે. ચાર દીવસના ટ્રેડીંગમાં રૂપિયો ૭૬ પૈસા ઘટ્યા પછી શુક્રવારે અમેરિકન ડોલર સામે રૂપિયો ઇન્ટ્રાડેમાં ૯ એપ્રિલના તળિયે ૮૬.૮૧ મુકાયા અગાઉ, ૮૬.૮૯ ક્વોટ થયો હતો. આયાત-નિકાસકારો જરૂરિયાત અનુસાર કરન્સી બજારમાં જોખમ હળવું કરવાની ઉતાવળમાં લે-વેચ કરી રહ્યા છે, મધ્યપૂર્વમાં ગોઠવાયેલા યુદ્ધના તખ્તાએ અનિશ્ચિતતા સર્જી છે. જો યુધ્ધ વિરામની આશા જાગશે તો વૈશ્વિક વેપારમાં જોખમ ઓછું થશે.

આ મહીને અત્યાર સુધીમાં ક્રુડ ઓઇલના ભાવ જે રીતે વધ્યા તેની સામે રૂપિયો ૧.૦૫ ટકા અને ૨૦૨૫મા ૧ ટકો ઘટ્યો હતો. આટલું અધૂરું હોય તેમ ભારતીય શેરબજારને પણ પગ નથી. યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ કપાત નહિ કરવાના નિર્ણયને રોકાણકારોએ પચાવી લેતા ૬ કરન્સી બાસ્કેટના ડોલર ઇન્ડેક્સમાં વધઘટ સંકળાઈ ૯૮.૯૩ પોઈન્ટ મુકાયો હતો. અલબત્ત, યુએસ પ્રમુખ ટ્રમ્પએ ૦.૨૫ ટકાની કપાતની માંગણી કરી હતી. બ્રેન્ટ ક્રુડ ઓઈલ વાયદો સહેજ ઘટીને ૭૭.૬૨ ડોલર પ્રતિ બેરલ મુકાયો હતો.

એક તો ઊંચા ક્રુડ ઓઇલ ભાવે રૂપિયાને મુશ્કેલીમાં મુક્યો છે, આયાત પડતર વધી રહી છે, વિશ્વબજારમાં આયાત વહન માર્ગો પર જોખમ વધ્યું છે, પરિણામે ભારતની વેપાર ખાધ વધુ પહોળી થઇ છે. યુનાઈટેડ નેશન્સ કોફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (અંકટાડ)નો તાજો અહેવાલ કહે છે કે ભારતમાંથી વિદેશી હૂંડિયામણનું ૧૧ ટકા એટલે કે ૨૮ અબજ ડોલરનું ધોવાણ થયું છે. આમછતાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ) લીસ્ટમાં ભારતનું ગ્લોબલ રેન્કિંગ સુધારીને ૧૫મા સ્થાને પહોચ્યું છે. દરમિયાન ગ્રીન્ફીલડ પ્રોજેક્ટ અને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ફાઈનાન્સ ડીલ સંદર્ભે એફડીઆઈ મેળવવામાં ટોપ ફાઈવમાં સ્થાન જાળવી રાખ્યું છે.

- Advertisement -

ભારતના ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડનાં ડેટા કહે છે કે ૨૦૨૪-૨૫મા શેરબજારનો એફડીઆઈ ઇન્ફ્લો ૧૩ ટકા વધીને ૫૦ અબજ ડોલર હતો. શેર બ્રોકરો કહે છે કે જાગતિક અર્થતંત્રો અને યુદ્ધગ્રસ્ત ચિંતાઓને પગલે, વિદેશી રોકાણકારોના વેચાણને લીધે ઇન્ડેક્સ ઘટ્યો, તેની પાછળ કરન્સી બજાર પર પણ દબાણ વધ્યું છે. અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં તેજીના હવામાને પણ કરન્સી બજારનું માનસ ખરડાયું છે, ડોલર ઇન્ડેક્સ હજુ ઉપર જવાના સંકેતો મળી રહ્યા છે.

ભારતના અનેક ક્ષેત્રોમાં આંતરપ્રવાહો બદલાઈ રહ્યા છે, રોકાણકારોમાં આને લીધે પણ ગભરાટ વધ્યો છે, આવી ચિંતાઓ પણ કરન્સી બજારને દ્જાડે છે, જે રૂપિયાને ઢીલો થવા મજબુર કરે છે. કરન્સી ટ્રેડરો કહે છે કે ડોલર સાથે સંકળાયેલા સક્રિય કરન્સી સંચાલન અને પસંદગીના અને આવશ્યક સોદા કરવાનું વલણ અપનાવવામાં આવે તો શક્ય છે કે આગામી દિવસોમાં કરન્સી અફડાતફડી નકારાત્મક ઝોનમાં જઈ શકે. મે ૨૦૨૫મા ભારતીય વેપાર ખાધ ગતવર્ષના સમાન ગાળાની ૨૩.૮ અબજ ડોલરથી સહેજ ઘટીને ૨૧.૮૮ અબજ ડોલર થઇ હતી.

મેં ૨૦૨૫મા ભારતીય જથ્થાબંધ ભાવાંક ૦.૩૯ ટકા ઠંડો પડ્યો હતો, માર્ચ ૨૦૨૪ પછીનો આ સૌથી મોટો ઘટાડો હતો. દરમિયાન રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે ફુગાવો આરબીઆઈના લક્ષ્યાંક કરતા નીચા દરે ચાલી રહ્યો છે. આને લીધે અમે અમારી નીતિઓમાં બદલાવ માટેના દરવાજા ખોલી શક્યા છીએ. પણ તેમણે સાવચેતીના સૂરમાં કહ્યું કે ફુગાવા અને આર્થિક વિકાસના સાચા આંકડા સાથે આગામી દિવસોમાં આવનાર ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૦-૬-૨૦૨૫

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular