Friday, April 17, 2026
HomeGujaratAhmedabadઆજે વિજય રુપાણીની અંતિમવિધિ, જાણો સવારથી સાંજ સુધી અને ત્રણ પ્રાર્થના સભાનું...

આજે વિજય રુપાણીની અંતિમવિધિ, જાણો સવારથી સાંજ સુધી અને ત્રણ પ્રાર્થના સભાનું સમગ્ર શિડ્યુલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ: અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના મૃતદેહનો DNA પરિવારજનોના DNA સાથે મેચ થયો છે. જેથી રાજકોટ ખાતે આજે તેમના પાર્થિવ દેહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેનું સમગ્ર શિડ્યુલ આ પ્રમાણે છે.

આજે સવારે 11:30 વાગ્યે રુપાણીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
12:30 વાગ્યે પાર્થિવ દેહ અમદાવા એરપોર્ટથી રાજકોટના હિરાસર એરપોર્ટ લઇ જવાશે
બપોરે 2:30 વાગ્યે નશ્વર દેહ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પહોંચશે
4:30 વાગ્યે રુપાણીનો મૃતદેહ તેમના નિવાસસ્થાન નિર્મલા રોડ ખાતે પહોંચશે
4:30થી 5 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન
5થી 6 વાગ્યા દરમિયાન રુપાણીની અંતિમયાત્રા યોજાશે
સાંજે 6 વાગ્યે રાજકોટના રામનાથ સ્મશાન ખાતે અંતિમસંસ્કાર થશે

- Advertisement -

રુપાણીને શ્રદ્ઘાંજલિ આપવા ત્રણ પ્રાર્થના સભા યોજાશે
17 જૂન 2025ના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં બપોરે 3થી સાંજે 6 વાગ્યા દરમિયાન પ્રાર્થના સભા યોજાશે.
19 જૂન 2025ના રોજ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે એક્ઝિબિશન સેન્ટર હોલ નંબર-1માં સવારે 9થી બપોરે 12 વાગ્યે પ્રાર્થના સભા
20 જૂન 2025ના રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય (કમલબ-કોબા) ખાતે સાંજે 4થી 6 વાગ્યા સુધી પ્રાર્થના સભા

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular