Thursday, April 23, 2026
HomeNational'સસ્તો પ્રચાર': CJIના પ્રવાસમાં પ્રોટોકોલની અવગણના અંગે મહારાષ્ટ્રના અધિકારીઓ સામે પગલાં લેવાવાની...

‘સસ્તો પ્રચાર’: CJIના પ્રવાસમાં પ્રોટોકોલની અવગણના અંગે મહારાષ્ટ્રના અધિકારીઓ સામે પગલાં લેવાવાની માગ કરતી PIL ફગાવાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ સ્પ્રીમ કોર્ટે શુક્રવારે (23 મે) એક અરજદારને સખત ઠપકો આપ્યો હતો, જેમણે ગયા અઠવાડિયે મુખ્ય ન્યાયાધીશની મુંબઈ મુલાકાત દરમિયાન પ્રોટોકોલમાં ચૂક બદલ મહારાષ્ટ્રના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરતી પીઆઈએલ દાખલ કરી હતી.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.જી. મસીહની પીઠે વકીલ શૈલેન્દ્ર મણી ત્રિપાઠી વતી દાખલ કરાયેલી અરજીને ફગાવી દેતા, બેન્ચે કહ્યું કે તે “સસ્તી પ્રસિદ્ધિ” માટે દાખલ કરાયેલી “જાહેર હિતની અરજી” છે. પીઠે આદેશમાં કહ્યું, “અમે આવી પ્રથાની કઠોર નિંદા કરીએ છીએ. અમારું માનવું છે કે સંબંધિત બધા લોકોને રાઇનો પહાડ નહીં બનાવવો જોઈએ.”

- Advertisement -

કારણ કે અરજદાર 7 વર્ષનો અનુભવ ધરાવતા એક યુવા વકીલ હતા, એટલે પીઠે ભારે દંડ ન લગાવ્યો નહીં. અરજદારને 7000 રૂપિયાનો દંડ ભરવાનું કહેવામાં આવ્યું. CJI બી.આર. ગવઈએ કહ્યું કે, જ્યારે તેમણે પોતે બધાને અપીલ કરી હતી કે અધિકારીઓએ માફી માગી લીધી હોવાથી આ નાના મુદ્દાને વધુ પડતો ન ઉડાવો, તો અરજદાર પાસે અરજી દાખલ કરવાનું કોઈ કારણ નહોતું.

CJI બી.આર. ગવઈએ શરૂઆતમાં અરજદારના વકીલને કહ્યું, “અમે દંડ લગાવીને અરજીને ફગાવી દઈશું. તમે ફક્ત તમારું નામ અખબારોમાં પ્રકાશિત કરવા માટે આ કર્યું છે. જો તમે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ છો, તો તમારે CJI દ્વારા જારી કરાયેલી પ્રેસ નોટ પર ધ્યાન આપવું જોઈતું હતું.”

આ મુદ્દો CJI ગવઈના CJI બન્યા પછી 18 મેના રોજ મહારાષ્ટ્ર અને ગોવા બાર કાઉન્સિલ દ્વારા આયોજિત એક સમારંભ માટે મુંબઈની પહેલી મુસાફરી દરમિયાન ઉઠ્યો હતો. આ પ્રવાસ દરમિયાન CJI ગવઈએ આ વાત પર નારાજગી જણાવી કે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ, ડીજીપી કે મુંબઈ શહેરના પોલીસ કમિશનર પ્રોટોકોલ મુજબ તેમને મળ્યા ન હતા. CJI ગવઈએ આદેશમાં કહ્યું કે તેમના જાહેર નિવેદન પછી તરત જ, અધિકારી તેમના મળવા આવ્યા અને માફી માગવા લાગ્યા. તેના પછી, તેઓ તેમની સાથે ત્યાં સુધી રહ્યા જ્યાં સુધી તે પાછા ફ્લાઈટમાં સવાર થઈ ગયા નહીં.

- Advertisement -

જોકે, CJIના ભાષણ વિશેની ખબરો વાયરલ થઈ ગયા પછી, CJI એ રજિસ્ટ્રીને પ્રેસ નોટ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો, જેમાં વિનંતી કરવામાં આવી કે મામલો શાંત કરવામાં આવે કારણ કે, અધિકારીઓએ ખેદ વ્યક્ત કર્યો છે. તેમ છતાં, બેન્ચે નોંધ્યું હતું કે અખિલ ભારતીય સેવા નિયમો મુજબ ઉપરોક્ત અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી.

બેન્ચે આદેશમાં કહ્યું, “આમ એ સ્પષ્ટ છે કે CJI એ કહ્યું છે કે મામુલી મુદ્દાને વધારાવો ના જોઈએ અને બધાને શાંતિ જાળવવા વિનંતી કરી. આ સ્પષ્ટ કરવા માટે કે CJI ને એક વ્યક્તિ તરીકે તેમના સાથે કરવામાં આવેલા વર્તન વિશે ચિંતા નથી, પરંતુ લોકશાહીના એક અંગના પ્રમુખ તરીકે CJI ના પદની માનની ચિંતા હતી.

મામલાને ફગાવ્યા પછી CJI-એ વકીલને કહ્યું, “આપણે આવી ખોટી સલાહવાળી અરજીઓ દાખલ ના કરો, તમે CJI કાર્યાલયમાં વિવાદ ઊભા કરી રહ્યા છો.”

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular