વડોદરાઃ વડોદરાના એક વિસ્તારની 17 વર્ષની કિશોરીને 22 વર્ષના રિક્ષા ચાલકના પ્રેમમાં પડ્યા પછી ભારે કડવો અનુભવ થયો હતો. પ્રેમ સંબંધમાં રહ્યાના થોડા જ મહિના પછી આ શખ્સે શંકાઓ કરવાની શરૂ કરી ત્યાંથી મારઝૂડ અને નશો કરાવા સાથે સિગારેટના ડામ આપતો હોવાના પણ આરોપ સગીરાએ લગાવ્યા છે. પોલીસે આ મામલે પોક્સો ઉપરાંતની અન્ય કલમો આધારે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના એક વિસ્તારની સગીરા જે હાલ 19 વર્ષની છે પરંતુ જ્યારે દુષ્કર્મની શરૂઆત થઈ ત્યારે તે 17 વર્ષની હોવાની ફરિયાદ છે. આ કિશોરી અંદાજે બે વર્ષ પહેલા એક દિવસે શહેરના કમલાનગર તળાવ પાસે ઊભી હતી. તે રિક્ષાની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન આજવા રોડ પર આવેલી ઉનરદીપનગર સોસાયટીમાં રહેતો રિક્ષા ચાલક 22 વર્ષિય સોહેલ નજીમખાન પઠાણ ત્યાં આવ્યો. તેણે પુછ્યું “ક્યાં જવું છે?” મેં કહ્યું “માંડવી જવું છે”. એમ તે રિક્ષામાં બેસી. તે સમયે તેની પાસે છૂટા રૂપિયા ન્હોતા. જેથી સોહેલે જણાવ્યું કે, “મને તમારો નંબર આપો અથવા મારો નંબર તમે લઈ લો… પૈસા તમે પછી આપી દેજો. હું તમને તમારા ઘરે ઉતારી દઈશ.”
આ પછી સોહેલ તેણીને ઘરે ઉતારી જતો રહ્યો. જે વખતે તેણીએ સોહેલને પોતાનો નંબર આપ્યો હતો. ત્યારબાદ એક દિવસ અચાનક મેસેજ આવ્યો, પછી તેણે રિપ્લાય આપ્યો અને ત્યાંથી સમગ્ર કહાની શરૂ થઈ ગઈ. શરૂઆતમાં જ બંને એક બીજા સાથે ફ્રેન્ડલી વાતચિત કરવા લાગ્યા. એક બીજાને મળવા પણ લાગ્યા. બસ સોહેલને જે જોઈતું હતું તેની તૈયારીઓ થવા લાગી. બંને પ્રેમ સંબંધમાં બંધાયા. પ્રેમનો એકરાર કર્યા પછી સોહેલ તેણીને પોતાના ઘરે પણ લઈ ગયો. શરૂઆતમાં તો તેણીને ખુબ ખુશ રાખી પછી બસ ખુશીઓને બે કે ત્રણ મહિના જ થયા હતા કે, સોહેલનું જુદું રૂપ કિશોરીને જોવા મળ્યું. તે તેને કોઈને કોઈ બાબતે શંકાઓ કરતો, ઘરમાં જ રાખતો અને તેણીને તેના ઘરે પણ જવા દેતો નહોતો.
તે આ ઘરની બહાર નીકળે તો તેણી પર શંકા કરતો. ઝગડીને માર મારતો, નશો કરાવતો, સિગારેટના ડામ આપતો ત્યાં સુધી હેવાનિયત વધી ગઈ હતી. તે ધમકાવતો હતો કે બહાર નીકળીશ તો પગ તોડી નાખીશ. તે એક દિવસ જ્યારે તેની નાનીના ઘરે જતી રહી ત્યારે તે તેના મિત્રો સાથે આવી પહોંચ્યો અને ત્યાં માથાકૂટો કરી નાની, ભાઈ, મમ્મીને રિક્ષાની ટક્કરે મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી તેણી ડરીને તેની સાથે જતી રહી. આખરે આ મામલામાં પરિવારના એક પરિચિતે હિંમત આપી અને કપૂરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મામલાને લઈને પોલીસે પહેલીવાર દુષ્કર્મ સમયે તેણીની ઉંમર 17 વર્ષ હોઈ પોક્સોની કલમનો પણ ઉમેરો કર્યો હતો. પોલીસે આ મામલે સોહેલ અને તેના મિત્રો મોહંમદ ફઈમ ઓરેફીન વાલા અને જુનેદ મલેકને ઝડપી પાડ્યા છે. પોલીસ શખ્સોને કાયદાનો પાઠ ભણાવવાનું શરૂ કર્યું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








