તોફિક ઘાંચી (નવજીવન ન્યૂઝ.કડી): ગુજરાતમાં ભર ઉનાળામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આફત સર્જી રહ્યો છે. જેના કારણે રાજ્યના ખેડૂતો અને સામાન્ય લોકોને પારાવાર નુકસાન વેઠી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા રહી છે અને . મહેસાણા (Mehsana) જિલ્લાના કડીના (Kadi) થોળ રોડ પર આવેલા અંડરપાસમાં ગણતરીના કલાકોમાં એકાએક વાતાવરણ ગત રાત્રીના સમયે 9 વાગ્યાના આસપાસ પલટાતા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના પરીણામે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં 5 વાહનો ફસાઈ ગયા જેમાં સ્કોર્પિયો ચાલકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મહેસાણાના કડીમાં ગત રાત્રીના 9 વાગ્યા આસપાસ એકા-એક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વીજળીના કડાકા ભડાકા અને પુરઝડપના પવના સાથે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ કમોસમી વરસાદના કારણે શહેરામાં કોઈ જગ્યા પર વરસાદનું પાણી નહોતું ભરાયું પણ કડી થોળ રોડ પરના અંડરપાસમાં 2 ડમ્પર, આઈસર ટ્રક, બ્લોક કલરની સ્કોર્પિયો અને અલ્ટો કાર ફસાઈ ગઈ હતી. જેમાં અન્ય વાહન ચાલક તરત જ આઈસર પર બેસી ગયા હતા. જોકે મેડા આદરજના 40 વર્ષિય હર્ષદ પંચાલ સ્કોપિર્યો ચાલાક કોઈક કારણસર બહાર ન નીકળી શક્યા અને 12 ફૂટ ઊંડા પાણીમાં કાર સાથે જ ગરકાવ થતા તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની અધિકારીઓને થતાં જ કડીના પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ તથા પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. તાત્કાલિક કાર્યવાહી કરતા જેસીબી મશીનની મદદથી આશરે 5 થી 6 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કડીના અંડરપાસથી ફક્ત 20 મીટરના અંતરે જ ફાયર ફાયટરની ઓફિસ આવેલી છે. તેમજ કરોડોના ખર્ચે બનેલા અંડરપાસમાં દર ચોમાસામાં પાણી ભરાવાની સત્તત સમસ્યા સામે આવે છે. તેમ છતાં આજ દિન સુધી પાણીના નિકાલ માટે કાયમી સમસ્યાનું નિરાકરણ નગરપાલીકાના સત્તાધિશો કેમ નથી લાવી શક્યા તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. વારંવાર સ્થાનિકોના આરોપ મુજબ નગરપાલિકાના સત્તાધીશો લોકોને પડતી તકલીફો હાલાકીના નિરાકરણ માટે ઉણાં ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ મળતી હોવા છતાં નગરપાલિકા કેમ તેનું સુનિયોજન નથી કરી શકતી ?
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








