નવજીવન. ચંદીગઢઃ પંજાબમાં મતદાનની તારીખ આગળ વધારી દેવામાં આવી છે. હવે 14 ફેબ્રુઆરીને બદલે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. સોમવારે સવારે ચૂંટણી પંચ દ્વારા બેઠક કરવામાં આવી અને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે પંજાબમાં પહેલા 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું ત્યાં જ 16 ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જયંતી છે.
ગુરુ રવિદાસ જયંતી પર પંજાબના એસસી સમુદાયના લોકો વારાણસી જાય છે. જેના કારણે મતદાનને ટાળી દેવાની માગણી તેજ બની હતી. હવે પંજાબ ચૂંટણીના માટે જાહેરનામું 25 જાન્યુઆરીએ જાહેર થશે. ઉમેદવારી પત્ર એક ફેબ્રુઆરી સુધી ભરી દેવામાં આવશે. ચાર ફેબ્રુઆરી સુધી ઉમેદવારીની ફાઈનલ લીસ્ટ બની જશે. પંજાબમાં મતદાનની તારીખ આગળ વધારવા પર પંજાબ કોંગ્રેસના પ્રધાન નવજોત સિદ્ધુએ કહ્યું કે અમે પંજાબ વિધાનસભા ચૂંટણીને સ્થગિત કરવા માટે ચૂંટણી પંચના આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.
આ પહેલા મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ ચૂંટણી પંચને પંજાબમાં મતદાન છ દિવસ માટે સ્થગિત કરવાની માંગ કરી હતી. આ પછી ભારતીય જનતા પાર્ટી અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ રવિવારે ચૂંટણી પંચને પત્ર લખીને મતદાન મોકૂફ રાખવાની માંગ કરી હતી. ભાજપે પત્રમાં લખ્યું છે કે 16 ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જયંતીના પવિત્ર તહેવારને કારણે રાજ્યનો મોટો વર્ગ વારાણસી જઈ શકે છે. આવી સ્થિતિમાં જો રાજ્યમાં મતદાન થશે તો તે લોકો મતદાનના અધિકારથી વંચિત રહી જશે. આવી સ્થિતિમાં, ભાજપ પંજાબ ચૂંટણી પંચ પાસે રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ યોજાનારી મતદાનને થોડા દિવસો લંબાવવાની માંગ કરે છે.
ગુરુ રવિદાસજીની 645મી જન્મજયંતિ 16 ફેબ્રુઆરીએ છે
પંજાબમાં અનુસૂચિત જાતિના 32 ટકા લોકો રહે છે. 16 ફેબ્રુઆરી એ શ્રી ગુરુ રવિદાસજીની 645મી જન્મજયંતી છે. આવી સ્થિતિમાં લાખો લોકો તેમના જન્મસ્થળ ગોવર્ધનપુરની મુલાકાત લે છે. આ સ્થળ ઉત્તર પ્રદેશના વારાણસીમાં છે. 13-14 ફેબ્રુઆરી દરમિયાન લોકો સ્પેશિયલ ટ્રેનો મારફતે રવાના થશે. રાજકીય પક્ષો ઉપરાંત, અનુસૂચિત સમાજ પણ 14 ફેબ્રુઆરીએ મતદાનના વિરોધમાં આવ્યા હતા. સોમવારે રવિદાસિયા સંગઠનોએ દસુહામાં મતદાન મોકૂફ રાખવાની માગણી સાથે જલંધર જમ્મુ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો.
![]() |
![]() |
![]() |











