Sunday, April 19, 2026
HomeBusinessબિનલોહ ધાતુની નબળાઈએ જુલાઈમાં ચાંદીએ મેળવેલો તમામ સુધારો ધોવાઈ ગયો

બિનલોહ ધાતુની નબળાઈએ જુલાઈમાં ચાંદીએ મેળવેલો તમામ સુધારો ધોવાઈ ગયો

- Advertisement -

સોનું વેચી ચાંદી ખરીદવાનું આકર્ષણ પેદા કરે તેટલી ઉંચાઈએ ગોલ્ડ સિલ્વર રેશિયો ૮૯.૧૫

હાજર ચાંદીનો વૈશ્વિક વેપાર ઘટી જવાથી પાંચજ દિવસમાં ભાવ ૮.૧૩ ટકા ઘટ્યા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): શેરબજારની અનિશ્ચિતતાઓ વચ્ચે સોનું (Gold) તેની પરંપરાગત ભૂમિકા કરી રહ્યું છે. પણ બિનલોહ ધાતુ (Non-ferrous metal) બજારની નબળાઈઓ અને દુનિયાભરમાંથી આવતા નબળા આર્થિક વિકાસના તાજા આંકડાનો પડછાયો ચાંદી પર પડી જતા, ભાવ ઘટાડો સતત આગળ વધી રહ્યો છે. અલબત્ત, આ બધી ઘટનાઓનું પ્રતિબિંબ ઇક્વિટી બજારમાં સારી રીતે ઝીલાઈ રહ્યું છે, પણ ચાંદી (Silver) આ ઘટનામાંથી કોઈ લાભ તારવી શકી નથી, પરિણામે ચાંદીએ જુલાઈમાં મેળવેલો તમામ સુધારો ધોવાઈ ગયો છે.

હાજર ચાંદીનો વૈશ્વિક વેપાર ઘટી જવાથી, પાંચજ દિવસમાં ભાવ ૮.૧૩ ટકા ઘટીને બુધવારે ઇન્ટ્રાડેમાં ૨૬.૭૫ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)ના ભાવે થયા. બે ઓગસ્ટે ભાવ ૨૯.૧૦ ડોલર હતા. ૧૯ મેં ૨૦૨૪એ ભાવ ૩૨.૫૧ ડોલર થયા હતા. વર્તમાન ઘટાડા છતાં ભાવ ૧૬.૯૩ ટકાનો ઉછાળો દાખવે છે. બે ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ૨૦.૬૯ ડોલરનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જો ચાંદીના ઐતિહાસિક ભાવ જોઈએ તો જાન્યુઆરી ૧૯૮૦મા બંકર હન્ટ ભાઈઓના ખેલામાં ભાવ ૪૯ ડોલરની ઉંચાઈએ પહોચી ગયા. ૪૯.૪૫ ડોલર અને ફેબ્રુઆરી ૧૯૯૩મા ૩.૫૬ ડોલરનું તળિયું સ્થાપિત થયું હતું. ૧૯૭૦ના દાયકાનાં મધ્ય સુધી ચાંદીના ભાવ ૧૦ ડોલર કરતા નીચે હતા, પણ ૧૯૭૦નો દાયકો પૂરો થવા આવતા, ભાવ વેગથી વધ્યા.

- Advertisement -

ત્યાર પછી તો જબ્બર મંદીનો ગાળો માર્ચ ૨૦૦૮મા શરુ થયો અને ચાંદીના ભાવ બમણા, ૨૦ ડોલર થઇ ગયા. આપણને જબ્બર જાગતિક બેંક કટોકટી જોવા મળી, અર્થતંત્રોને બચાવવા અનેક દેશો તરફથી ક્વાન્તીટેતીવ ઈજીંગ નામના રાહત પેકેજો પ્રસ્થાપિત થયા. અમેરિકા અર્થતંત્રના ડેટા આવ્યા પછી અમેરિકા મંદીની ખાઈમાં પાડવા જઈ રહ્યું છે એવા અહેવાલ આવ્યા બાદ આખા વિશ્વમાં અર્થતંત્રો નબળા પડવાનો ધ્રાસકો પડ્યો છે. આ ભય વચ્ચે ચાંદીએ પણ ઉન્ધેકાંધ ડાઈવ લગાવી હતી. તાજેતરમાં જે આંકડા આવ્યા તે કહે છે કે અમેરિકામાં મજુર માંગ નબળી પડી ગઈ છે, આથી જણાય છે કે ઉત્પાદન ક્ષેત્રમાં નબળાઈ આવી ગઈ છે. અમેરિકન બેરોજગારીના તાજા આંકડા કે છે કે નવેમ્બર ૨૦૨૧ પછી બેરોજગારી ૪.૩ ટકા સૌથી વધુ વધી હતી.

બુધવારના સોનાના ભાવ ૨૪૦૦ ડોલર પ્રતિ ઔંસ સામે ચાંદીના ૨૬.૯૨ ડોલર પ્રતિ ઔંસ ગણીએ તો ગોલ્ડ સિલ્વર રેશિયો ૮૯.૧૫ થાય છે, આ રેશિયો છ મહિનાની નવી ઉંચાઈએ પહોચ્યો છે. ગોલ્ડ સિલ્વર રેશિયો આપણને એ સમજવામાં મદદ કરે છે કે જેતે સમયે સોના ચાંદી એક બીજાના સામે ભાવ સંદર્ભમાં કઈ રીતે વર્તન કરે છે. અર્થતંત્રમાં અચોક્કસતા ઉભી થાય ત્યારે રોકાણકારો સલામતીના સ્વર્ગ તરીકે સોનામાં સરણ લે છે. આ રેશિયો જેમ ઉંચો જાય તેમ ચાંદીના ભાવ, સોનાની તુલનાએ વધતા નથી અથવા ઘટી રહ્યા છે.

દરમિયાન અમેરિકન ઉત્પાદનીનો જુલાઈ પીએમાઈ (પર્ચેજીન્ગ મેનેજર્સ ઇન્ડેક્સ) બજારની અપેક્ષા કરતા વધુ ગબડીને ૪૬.૮ આવ્યો. ચીનનું અર્થતંત્ર પણ ગોથા ખાઈ રહ્યું છે તેને લીધે રોકાણકારોમાં વધેલી ચિંતાને કારણે ચાંદીની ફીઝીકલ માંગ ધબી પડી છે. ચાંદીની માંગ મુખ્યત્વે ઈલેક્ટ્રીકલ વ્હીકલ, રીન્યુએબલ (ગ્રીન) એનર્જી, કેબલ અને વાયરસ જેવા ઉત્પાદનોમાં થાય છે.

- Advertisement -

આ તરફ અમેરિકન બોન્ડનું યીલ્ડ વેગથી ઘટ્યું છે, બીજી તરફ અમેરિકન ફેડરલ રીઝર્વ તેની સપ્ટેમ્બર મીટીંગમાં વ્યાજદર કપાત લાવશે, એવા અહેવાલ પણ ચાંદીના ભાવને ઉંચે લઇ જવામાં નાકામિયાબ રહ્યા છે. ૧૦ વર્ષના અમેરિકન ટ્રેઝરી બોન્ડ યીલ્ડ ઘટીને ૩.૬૭ ટકા થયા છે, દુનિયાની છ અગ્રણી કરન્સીનાં બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ એક વર્ષની બોટમ નજીક ૧૦૩.૬૦ રહ્યો હતો.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular