જય અમીન (નવજીવન.અરવલ્લી): ઉર્જા વિભાગમાં ચાલતા ભરતી કૌભાંડનો આપ નેતા યુરાજસિંહએ પર્દાફાશ કર્યા પછી કથિત ભરતી કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું તેના પુરાવા એક પછી એક આપી રહ્યા છે. ઉર્જા કૌભાંડ એપી સેન્ટર અરવલ્લી જીલ્લાનું બાયડ અને ધનસુરા હોવાનું જાહેર કર્યું છે ત્યારે યુવરાજસિંહે ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં લાખ્ખો રૂપિયા લઇ કઈ રીતે ખેલ પાડવામાં આવે છે તેની ૧૮ મિનિટની વધુ એક ઓડિયો કલીપ જાહેર કરી સનસનાટી ફેલાવી છે. કઈ રીતે હોંશિયાર પરીક્ષાર્થીઓ સાથે અન્યાય કરી લાખ્ખો રૂપિયાના જોરે પૈસાદાર નબીરાઓ નોકરી મેળવે છે તે સાંભળી તમે ધ્રુજી ઉઠશો કારણ કે આમાં જે રીતે સેટિંગ વાત કરવામાં આવે છે તે હચમચાવી મુકે તેવી છે.
યુવરાજસિંહએ જાહેર કરેલી ઓડિયો ક્લિપમાં હેડ ક્લાર્કની પરીક્ષામાં જે પિનાકીન બારોટનું નામ સામે આવ્યું હતું. એ જ પિનાકીન બારોટ ઉર્જા વિભાગની ભરતી કૌભાંડ પણ સંડોવાયેલો હોવાનું જણાવી પિનાકીન બારોટ અને ઉમેદવાર વચ્ચે થયેલી વાતચીત અને કઈ રીતે પરીક્ષાખંડમાં કોમ્પ્યુટર પર પરીક્ષા આપવી તે સમજાવી રહ્યો છે. આ ઓડિયો ક્લિપમાં ધનસુરા આજુબાજુની હોટલના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે પિનાકીન બારોટ અને અરજદાર તેમજ અન્ય એક વ્યક્તિ વચ્ચે ધનસુરા વિસ્તારની કોઈ હોટલમાં કે સ્થળે સેટિંગની વાતચીત થઇ હોયત તેવું લાગી રહ્યું છે આ ઓડિયો કલીપમાં શું છે? સાંભળો….
પિનાકીન બારોટઃ- સુપરવાઈઝર જ્યાં બેસાડે ત્યાં બેસી જવાનું… તમારે જાતે કોઈ જગ્યા બદલવાની નહીં… એક્ઝામ ચાલુ થાય એટલે કે લોગિંગ કરવાનું હોય, પાસવર્ડ તમારે જાતે જ નાંખી દેવાનો.
ઉમેદવારઃ- હમ્મ…હમ્મ…
પિનાકીન બારોટઃ- જ્યારે એક્ઝામ ચાલુ થાય ત્યારે તમારે માઉસ પર માત્ર હાથ જ મુકી રાખવાનું. માઉસ હલાવવાનું નહીં…
ઉમેદવારઃ- હલાવાનું જ નહીં.
પિનાકીન બારોટઃ- જ્યારે પ્રશ્નપત્ર કોમ્પ્યુટરમાં દેખાતું હોય ત્યારે. પેપર ચાલુ થશે 4 વાગ્યે… તે વખતે પ્રશ્નપત્ર તમારુ PCમાં દેખાશે તમારે ફક્ત માઉસ પર હાથ મુકી રાખવાનો… હલાવાનું નહીં… માઉસ હલશે તો કામ થશે નહીં… બે કલાક સુધી માઉસ પર હાથ મુકી રાખવાનો…
ઉમેદવારઃ-હમ્મ…હમ્મ…
પિનાકીન બારોટઃ- આપણે કોઈનું ધ્યાન રાખવાનું નહીં… માઉસ પર હાથ મુકી રાખ્યો હશે તો 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાકે તેની જાતે પ્રશ્નોના જવાબ ટિક થવાના ચાલુ થઈ જશે… એ પાંચ મિનિટ પણ થાય અને અડધો કલાક પણ થાય… તેની કોઈ ચિંતા કરવાની નહીં… 15-20 પ્રશ્નો ટિક થયા અને પછી 5-10 મિનિટ બંધ થઈ ગયું તો કોઈ ચિંતા કરવાની નહીં… ભલે બંધ રહે પાછુ તેની જાતે ચાલુ થશે. તમારી જાતે ટિક કરવાના નથી… બે કલાક પુરા થશે પછી 95 પ્રશ્નો ટિક થાય, 90 થાય કે 100 થાય… જેટલા હોય તેટલા રહેવા દેવાના… પછી છેલ્લે સબમિટ કરી દેવાનું.
ઉમેદવારઃ- ખાલી સબમિટ જ કરવાનું…
પિનાકીન બારોટઃ-પિનાકીન ભાઈના કોઈ કામ બાકી રહ્યા નથી. અમે એકબીજાના કામ કરીએ છીએ. પરંતુ અમુક વસ્તુઓ તમારા લક ઉપર જાય છે. આપણે જેટકોમાં પણ કામ કર્યું છે…
ઉમેદવારઃ- કર્યું છે…
પિનાકીન બારોટઃ- તમે બન્ને મેરિટમાં આવી જશો તો તમારે જેમાં જવું હોય તેમાં… આપણે એવું નથી કે બન્નેના પૈસા લેવાના છે.. કામ કઈ જ નહિ સાવ નવરો ધૂપ, છતાયે કરોડો કમાય છે.. તમે પણ આ કરી શકો છે, આ કરવું પડશે.
![]() |
![]() |
![]() |











