Sunday, April 26, 2026
HomeGujaratમોડાસા કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદોને ધાબળાની હૂંફ, 'માનવી માણસ થાઊ તોય ઘણું'

મોડાસા કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદોને ધાબળાની હૂંફ, ‘માનવી માણસ થાઊ તોય ઘણું’

- Advertisement -

નવજીવન અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડીથી બચવા લોકો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે. મોડાસા શહેરમાં સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતી લાયન્સ ક્લબના પ્રમુખ ગીરીશ પટેલ તેમના પત્ની અને ડી.સી પરેશ શાહે ઉત્તરાયણ પર્વના દિવસે શહેરના જરૂરિયાતમંદ લોકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી 25 થી વધુ ધાબળાનું વિતરણ કરી માનવતાની હૂંફ આપવાનો પ્રયત્ન કર્યો હતો મોડાસા લાયન્સ ક્લ્બ સતત જરૂરિયાત મંદ લોકો માટે કામ કરતું રહ્યું છે.




હાલ ઠંડીની સીઝનમાં બાળકો વૃદ્ધો ઠંડીથી ધ્રુજી રહ્યા છે ત્યારે લાયન્સ ક્લ્બ મોડાસાએ શહેરના માર્ગો પર જીવન નિર્વાહ કરતા લોકોને ધાબળાનું વિતરણ કરતા જરૂરિયાતમંદ પરિવારોમાં આનંદ છવાયો હતો.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular