Friday, April 17, 2026
HomeGeneralગુજરાતના DGP આશિષ ભાટિયા થયા કોરોના સંક્રમિત, જાતે હોમ આઈસોલેટ થયા

ગુજરાતના DGP આશિષ ભાટિયા થયા કોરોના સંક્રમિત, જાતે હોમ આઈસોલેટ થયા

- Advertisement -

નવજીવન. ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો આવી રહ્યો છે. ગઈકાલે માત્ર એક દિવસમાં કોરોનાનો આંકડો 10 હજારની નજીક પહોંચી ગયો હતો. જેમાં સૌથી વધારે 3843 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. આવા સમયે આજે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોના સંક્રમિત થયાં છે અને સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાને સામાન્ય લક્ષણો દેખાતા કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતા તેમને જાતે હોમ આઈસોલેટ થયા હતા. તેમજ તેમના સંપર્કમાં આવેલા તમામ પોલીસ અધિકારીઓને કોવિડ ટેસ્ટ કરાવવાની તેમણે સૂચના આપી હતી. ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સાથે સાથે અધિકારીઓમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ અગાઉ ગુજરાત પોલીસના કેટલાક કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.

- Advertisement -



આ ઉપરાંત ગુજરાત સરકારના મહત્વના પાંચ IAS અધિકારી કોરોનાથી સંક્રમિત થવાને કારણે વાઈબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અધિકારીઓની સાથે સાથે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ગુજરાતના કેટલાક નેતાઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં 10 જેટલા ધારાસભ્યો અને કેટલાક સ્થાનિક નેતાઓનો સમાવેશ થાય છે.

દેશમાં અને ગુજરાત કોરોના સંક્રમણ અત્યંત ઝડપી વધી રહ્યું છે ત્યારે કોરોના માટે ફ્રન્ટલાઇન વોરિયર્સ ગણાતા અધિકારીઓ અને ડોકટર્સ પણ આ ત્રીજી લહેરમાં સંક્રમિત થઈ રહ્યા છે. સામાન્ય લોકોએ આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ અને સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. તેમજ જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવું ટાળવું જોઈએ, જો જરૂરી હોય તો માસ્ક પહેરવું અને સેનિટાઈઝરનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular