Monday, August 17, 2026
HomeNationalજ્ઞાનવાપી કેસમાં જીલ્લા કોર્ટે આપ્યો મોટો ચુકાદો, હિન્દુ પક્ષ કરી શકશે પૂજા

જ્ઞાનવાપી કેસમાં જીલ્લા કોર્ટે આપ્યો મોટો ચુકાદો, હિન્દુ પક્ષ કરી શકશે પૂજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વારણસી: વારાણસીમાં (Varanasi) આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો કેસ (gyanvapi masjid case) ખૂબ ચર્ચામાં રહ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. જ્યાં હિન્દુ પક્ષ દ્વારા પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ત્યાં સ્વયંભૂ શિવલિંગ હતું. તેમજ મંદિર તોડી પાડીને મસ્જિદ બનાવવામાં આવી છે. 1993 સુધી જ્ઞાનવાપી મસ્જિદની નીચે આવેલા વ્યાસ ભોયરામાં હિન્દુઓ પૂજા કરી શકતા હતા પણ બાદમાં મંદિર અને મસ્જિદ બાબતે થયેલા વિવાદને પગલે જ્ઞાનવાપી મસ્જિદની નીચે વ્યાસ ભોયરામાં પૂજા બંધ કરવામાં આવી હતી. આ બાબતે વારાણસી જીલ્લા કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં હિન્દુ પક્ષ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદમાં નમાઝ પઢવા પર તાત્કાલિક રોક લગાવાની માગ કરવામાં આવી હતી. તેમજ વ્યાસ ભોયરામાં પૂજા કરવાની માગ પણ હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. જે બાબતે વારાણસી જીલ્લા કોર્ટે ચુકાદો જાહેર કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જ્ઞાનવાપી મસ્જિદ કેસને લઈ વારાણસી જીલ્લા કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. હિન્દુ પક્ષ તરફથી જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસ ભોયરામાં બંધ કરવામાં આવેલી પૂજાને ફરી શરૂ કરવા માટે માગ કરવામાં આવી હતી. જો કે આ પહેલા આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં મુસ્લિમ પક્ષ દ્વારા પણ કેટલીક બાબતોને લઈ અરજી દાખલ કરવામાં આવી હતી, પણ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવેલી તમામ અરજીઓને નામંજૂર કરી હતી. તેમજ વારણસી જીલ્લા કોર્ટને છ મહિનાની અંદર જ્ઞાનવાપી કેસની સુનાવણી કરી ચુકાદો આપવાનો નિર્દેશ કર્યો હતો. આ સાથે હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસને લઈ આર્કિયોલોજીકલ સર્વે કરવાની જરૂરિયાત ઊભી થાય તો તે પણ કરવા માટે નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટે કરેલા આદેશ અન્વયે વારાણસી જીલ્લા કોર્ટે કેસની સુનાવણી હાથ ધરી હતી. અંતે જીલ્લા કોર્ટે આદેશ આપતા કહ્યું કે, હવેથી જ્ઞાનવાપી મસ્જિદના ભોયરામાં હિન્દુઓ પૂજા કરી શકશે. તેમજ જીલ્લા વહીવટી તંત્રને પણ આદેશ કર્યો હતો કે, સાત દિવસની અંદર પૂજા માટેની તમામ સબંધિત વ્યવસ્થા કરવામાં આવે. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ દ્વારા જ્ઞાનવાપીના વ્યાસ ભોયરામાં પૂજા કરવામાં આવશે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular