નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara News: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ GETCO એ બહાર પાડેલી આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલની ભરતીને લઈ ઉમેદવારોમાં આક્રોશનો માહોલ છે. GETCO પોલ ટેસ્ટમાં ગેરરીતી થઈ હોવાની વાતને લઈ ભરતી રદ કરી દીધી હતી. જેના કારણે ઉમેદવારો વડોદરા ખાતે આવેલી GETCOની વડી કચેરીએ પહોંચ્યા હતા. ઉમેદવારોના વિરોધ પ્રદર્શનને લઈ GETCO ફરીથી ભરતી કરવાની જાહેરાત કરી હતી અને પોલ ટેસ્ટ તથા લેખિત પરીક્ષા માટેની તારીખ જાહેર કરી હતી. જેને લઈને પણ ઉમેદવારોમાં આક્રોશ છે. ઉમેદવારો તેમની માગને લઈ મક્કમ છે. ત્યારે GETCOના ચેરમેન ઉમેદવારોને મળવા જઈ રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, GETCOએ માર્ચ 2023માં આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલની ભરતી બહાર પાડી હતી. GETCOએ ભરતી બહાર પાડીને પોલ ટેસ્ટ તેમજ લેખિત પરીક્ષા પણ લીધી હતી. લેખિત પરીક્ષા બાદ મેરિટ લિસ્ટમાં સ્થાન પામનાર ઉમેદવારોને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉમેદવારોનું મેડિકલ પણ GETCO દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. 1224 જેટલા ઉમેદવારો ભરતીની આ તમામ પ્રક્રિયામાંથી પસાર થયા હતા. ઉમેદારોને માત્ર નિમણૂંક પત્ર આપવાનો બાકી હતો ત્યારે અચાનક GETCOએ ભરતી રદ કરવાનો નિર્ણય કર્યો હતો. અચાનક ભરતી રદ થતાં ઉમેદવારોએ GETCOને રજૂઆત કરી હતી. જેના જવાબમાં GETCO કહ્યું કે પોલ ટેસ્ટમાં ગેરરીતી જણાઈ આવી છે. જેથી આખી ભરતી જ રદ કરવામાં આવી છે. GETCO પોલ ટેસ્ટમાં કરેલી ગેરરીતીની વાતને લઈ ઉમેદવારો રોષે ભરાયા હતા. કેમ કે પોલ ટેસ્ટ માટેની પ્રક્રિયા છે તેમાં ગેરરીતી કરવી એટલી સરળ નથી અને કદાચ એવું કઈ થયું હોય તો પણ તે માટે તમામ ઉમેદાવરો જવાબદાર કેવી રીતે હોઈ શકે?
આ જ બાબતને લઈ ઉમેદવારો યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja) સાથે વડોદરા ખાતે આવેલી GETCO વડી કચેરીએ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંતે GETCO દ્વારા ફરી ભરતી પ્રક્રિયા કરવાની નિર્ણય લેવાયો હતો. જો કે ઉમેદાવારોએ આ બાબતે પણ વિરોધ નોંધાવ્યો હતો અને MDને મળવા રજૂઆત કરી હતી. ઉમેદવારો કડકડતી ઠંડીમાં આખી રાત વાડી કચેરી બહાર રોકાયા હતા અને પોતાની માગને લઈ મક્કમ હતા. આખરે GETCOના MD ઉમેદવારોને મળવા માટે તૈયાર થયા હતા. પણ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે ઉમેદવારોએ માન કરતાં કહ્યું કે તેઓ પોલ ટેસ્ટ માટે તૈયાર છે પણ લેખિત પરીક્ષા ફરીથી નહીં આપે. જ્યાં સુધી આ બાબતે GETCO દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવાશે નહીં ત્યાં સુધી ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








