નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભારતની ન્યાયપ્રણાલીમાં ઈન્ડિયન પિનલ કોડ (IPC) અને ક્રિમિનલ પ્રોસીઝર કોડ (CrPC)એ અંગ્રેજોએ આપેલી ન્યાય વ્યવસ્થા છે. ભારતની ન્યાય વ્યવસ્થા IPC અને CrPCમાં વ્યાખ્યાયિત પ્રણાલી પર આધારિત છે. ત્યારે હવે IPC અને CrPCમાં ધરમૂળથી પરીવર્તન લાવવા માટે તેમજ જોગવાઈઓ માટે જે વ્યાખ્યા નક્કી કરી છે તેમાં ફેરફાર કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) લોકસભામાં બિલ રજૂ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે લોકસભામાં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ત્રણ બિલ રજૂ કર્યા હતા. અમિત શાહે રજૂ કરેલા ત્રણ બિલ IPC, CrPC અને ઈન્ડિયન એવિડન્સ એક્ટમાં ફેરાફરો કરવામાં આવ્યા છે. લોકસભામાં બિલ રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે, ઈન્ડિયન પિનલ કોડ કે જેને IPC તરીકે ઓળખવામાં આવે છે તેને હવે ભારતીય ન્યાય સંહિતા તરીકે ઓળખવામાં આવશે. અમિત શાહે IPC અને ભારતીય ન્યાય સંહિતા વિષે વાત કરતાં કહ્યું કે, અંગ્રેજોએ આપેલી IPC માત્ર અપરાધીને દંડ આપે છે, જ્યારે ભારતીય ન્યાય સંહિતા-2023 ન્યાય આપશે. બીજી બાજુ CrPC જે જેને ક્રિમિનલ પ્રોસીઝર કોડ તરીકે ઓળખવામાં આવે છે અને કોઈપણ આરોપી પર કામ ચાલવાવાની સમગ્ર પ્રક્રિયા CrPC મુજબ થાય છે. તેની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 અને ઈન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય વિધેયક-2023 લોકસભામાં રજૂ કરેલ બિલ પાસ થયા બાદ અમલમાં આવશે.
અમિત શાહે રજૂ કરેલા બિલ પર વાત કરતાં કહ્યું કે, જે ત્રણ ન્યાયિક બિલ રજૂ કરવામાં આવ્યા છે તે પાસ થવાથી ન્યાય પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આવશે. અમિત શાહે રજૂ કરેલા ત્રણેય ન્યાયિક બિલ જો લોકસભામાં પાસ થાય છે તો અત્યાર સુધી ચાલી આવી રહેલી ન્યાય વ્યવસ્થામાં ઘણા બધા ફેરફારો પણ કરવા પડશે. કેમ કે ઈન્ડિયન પિનલ કોડની જે માનસિકતા છે તેમજ કામ (કેસ) ચલાવવાની જે પ્રક્રિયા છે તેમાં પણ ઘણા બધા પરિવર્તનો આવી શકે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








