નવજીવન.અરવલ્લીઃ બાયડ તાલુકાના અલવા ગામની સીમમાં નિર્માણ પામનાર ડમ્પિંગ સાઈટ સામે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ વંટોળ ઉગ્ર બન્યો છે ત્યારે આગામી ૨૮મી જાન્યુઆરીએ આ મામલે લોક સુનાવણી હાથ ધરવામાં આવશે. જો કે પ્રોજેક્ટરથી ખેતી, નદી અને જનજીવન પર વિપરીત અસર થવાના આક્ષેપ સાથે બાયડ અને ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પત્રિકા દ્વારા પ્રોજેક્ટનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો આ ડમ્પિંગ સાઈટ રદ નહિ થાય તો ૭૫ થી વધુ ગામના ખેડૂતો અને ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બુધવારે અલવા ગામે ખેડૂતો અને ગ્રામજનોએ પ્લાન્ટ બંધ કરવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

બાયડ તાલુકાના અલવા ગામની સીમમાં તંત્ર દ્વારા લીજ પર નરોડા એન્વાયરમેન્ટ પ્રા.લિ. નામની કંપનીને કેમિકલ ડમ્પિંગ સાઈટ બનાવવાની મંજૂરી આપવાની હિલચાલ શરૂ થતા ગ્રામ પંચાયત, આસપાસના ગ્રામજનો દ્વારા પ્રોજેક્ટ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું છે. ડમ્પિંગ સાઈટના નિર્માણથી વાત્રક નદી આસપાસની ખેતી તેમજ જનજીવન પર વિપરીત અસર પડશે. અગાઉ અલવા ગ્રામ પંચાયત દ્વારા પણ ડમ્પિંગ સાઈટ સામે વિરોધ નોંધાવામાં આવ્યો હતો. ગ્રામજનોના વિરોધ બાદ આ જોખમી સાઈટ મુદ્દે આગામી ૨૮ જાન્યુઆરીએ લોક સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પત્રિકા મારફતે જનજાગૃતિ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થવાના ભણકારા વાગી રહ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












