નવજીવન. અરવલ્લી:અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જીલ્લામાં કોરોના ૧૦૦ થી વધુ એક્ટિવ કેસ છે. જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના સંક્રમણ અટકાવવા કન્ટેઈમેન્ટ ઝોન પર ભાર મૂકી રહી છે જે યોગ્ય છે, પણ આરોગ્ય તંત્ર કોરોના સંક્રમિત દર્દીઓ સાથે સહાનુભૂતિ દાખવવાને બદલે આરોપી જેવો દુર્વ્યવહાર કરતી હોવાની બૂમો ઉઠી રહી છે. મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં કોરોના સંક્રમિત દર્દી અને તેના પરિવારજનોએ જાણે કોઈ ગુનો કર્યો હોય તેમ આરોગ્ય તંત્રએ કોરોના સંક્રમિત દર્દીના ઘર બહાર લાકડા મારી ઘરના દરવાજાને બંધ કરી નજરકેદ કરવામાં આવતા કોરોના સંક્રમિત દર્દી અને પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
કોરોના સંક્રમિત દર્દી કોરોના પોઝિટિવ હોવાનું સાંભળતાની સાથે માનસિક રીતે પડી ભાંગતો હોય છે ત્યારે તેને માનવીય હૂંફની જરૂર હોય છે. બીજીબાજુ અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્રએ માનવતા નેવે મૂકી હોવાનું દર્દી અને પરિવારજનો અહેસાસ અનુભવી રહ્યા છે. મોડાસાના ટીંટોઈ ગામે એક વ્યક્તિ કોરોના સંક્રમિત થતા આરોગ્ય તંત્રએ કોરોના સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરવાની સાથે દર્દીના ઘર બહાર લોખંડના દરવાજા આગળ લાકડાની આડાશ ગોઠવી દેતા કોરોના સંક્રમિત દર્દી અને પરિવારજનો વિવિધ રીતે હેરાન થઈ રહ્યા હોવાની રાવ કરી રહ્યા છે.
કોરોના સંક્રમિત દર્દીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત થયા પછી હોસ્પિટલમાં સારવાર લીધા પછી રજા આપવામાં આવી છે અને આરોગ્ય તંત્રએ કોરોના સંક્રમિત પોઝિટિવ આવ્યાના સાત દિવસ પછી નજરકેદ કરવાનું કારણ સમજાતું નથી અને હું એક જાગૃત નાગરિક હોવાથી સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા તૈયાર હોવા છતાં આ રીતે નજરકેદ કરવામાં આવે તે યોગ્ય નથી ઘરના દરવાજા આગળ લાગેલા લાકડા હટાવી લેવામાં આવેની માંગ કરી હતી.
અરવલ્લી : આરોગ્ય તંત્રએ સંક્રમિત દર્દી સાથે કેદી જેવો વહેવાર કર્યો, ટીંટોઈમાં કોરોનાના દર્દી અને પરીવારને ઘર આગળ લાકડા મૂકી નજરકેદ pic.twitter.com/AudGxPj3BM
— Navajivan (@NavajivanNews) January 12, 2022
![]() |
![]() |
![]() |