નવજીવન ન્યૂઝ. ભોપાલ: તાજેતરમાં દેશમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળતા મેળવી હતી. ચૂંટણીના પરિણામ બાદ એક સપ્તાહ પછી મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુંખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી. આમ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ભુતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. પણ ભાજપ હાઈ કમાન્ડ દ્વારા મધ્યપ્રદેશનું સુકાન મોહન યાદવને (Mohan Yadav) સોંપવામાં આવ્યું છે. એવામાં મધ્યપ્રદેશના ભુતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પત્રકાર પરિષદ કરીને તેઓ દિલ્હી નહીં જાય તેવી સ્પષ્ટતા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. એક રીતે મનોહરલાલ ખટ્ટર, પ્રહલાદસિંહ પટેલ તથા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રીની રેસમાં આગળ માનવામાં આવતા હતા. પણ ભાજપ હાઈ કમાન્ડે શિવરાજસિંહ ચૌહાણની સરકારમાં શિક્ષામંત્રી રહેલા મોહન યાદવને મધ્યપ્રદેશની કમાન સોંપી છે. ત્યારે એવી અટકળો થઈ રહી હતી કે, શિવરાજસિંહ ચૌહાણ દિલ્હી જઈ રહ્યા છે. તે બાબતને રદિયો આપતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, પોતાના માટે કઈક માંગવા કરતાં તે મરવાનું પસંદ કરશે. વધુમાં તેમણે દિલ્હી જવાનો પણ સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
શિવરાજસિંહ ચૌહાણે જે પ્રકારે વાત કરી તે રીતે કેટલાક લોકો એવું કહે છે કે, શિવરાજસિંહ ચૌહાણ પાર્ટીના નિર્ણયથી સંતુષ્ટ નથી. શિયાવરાજસિંહ ચૌહાણે માગવાની બાબતે જે નિવેદન આપ્યું છે તે તેમનો અસંતોષ સપાટી પર લાવે છે તેવી પણ અટકળો ચાલી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








