Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadઅંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી લેવાય નહીં, હાઈકોર્ટનું...

અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી લેવાય નહીં, હાઈકોર્ટનું આકરું વલણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ગુજરાતમાં રખડતાં ઢોરના ત્રાસ (Stray Cattle Menace) મામલે હાઈકોર્ટમાં (Gujarat High Court) થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા તંત્રને કેટલાક આદેશ કરવામાં આવ્યા હતા. રખડતાં ઢોરના ત્રાસ મામલે હાઈકોર્ટે ચોક્કસ પોલિસી ઘડી કાઢવા પણ આદેશ કર્યો હતો. હાઈકોર્ટે પોલિસી ઘડી કાઢવા મામલે કરેલા આદેશ અન્વયે સરકારે ઢોર નિયંત્રણ પોલિસી જાહેર કરી હતી. તેમજ પોલિસીમાં જણાવ્યા પ્રમાણે 1 ડિસેમ્બર સુધી તમામ પશુ માલિકોને ઢોરનું રજીસ્ટ્રેશન કરાવવા ચેતવણી આપવામાં આવી હતી. તેમજ પશુમાલિક પાસે માલિકીની જમીન હોવી પણ આવશ્યક હતું.

1 ડિસેમ્બર બાદ કોઈ ઢોર જાહેર રસ્તા પર રખડતું પકડાયું હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારે કોર્પોરેશને જપ્ત કરેલા ઢોર જે ઢોરવાડામાં રાખવામા આવ્યા હતા, ત્યાં અનેક પશુઓના મોત થયા હતા. પશુઓના મોત મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, ત્યારે હાઈકોર્ટે પશુઓના મોત મામલે પણ સરકારનો ઉધડો લીધો છે.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલા ઢોર દાણીલીમડા ઢોરવાડામાં રાખવામા આવ્યા હતા. ત્રણ દિવસ અગાઉ ઢોરવાડામાં રાખવામા આવેલા અનેક પશુઓના મોત થયા હતા. નડિયાદમાં પણ કેટલાક પશુઓના મોત થયા હતા. પશુઓના મોત મામલે માલધારીઓમાં રોષ જોવા મળ્યો હતો. તથા માલધારીઓ અચોક્કસ મુદતના ધરણા પર પણ ઉતાર્યા હતા. ઢોરવાડામાં પશુઓના મોત મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે પશુઓના મોત મામલે હાથ ધરેલી સુનાવણીમાં તંત્રને જવાબદાર ઠેરવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે, અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી લેવાય નહીં. કેટલ પોલિસીની અમલવારીની આડમાં પશુઓના મોત ચલાવી નહીં લેવાય. તંત્રની કામગીરીની આડમાં પશુઓના જીવ જતા હોય તે ચલાવી નહીં લેવાય.’ આથી કોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને અપાતો ચારો તેમજ સારવારની વિગતો રજૂ કરવા આદેશ કર્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular