નવજીવન ન્યૂઝ. ધનસુરા: Aravalli News: ગુજરાતમાં હિટ એન્ડ રનની (Hit and Run)ઘટનાઓ વચ્ચે અનેક લોકો મોતને ભેટે છે. રસ્તાની માલિકી જાણે પોતાની જ હોય તે રીતે બેફામ વાહન ચાલકો લોકોને કાળનો કોળિયો બનાવી નાસી છૂટે છે. ત્યારે ધનસુરાના અંબાસરમાં ટ્રકની અડફેટે ત્રણ યુવાનો મોતને ભેટવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકામાં આવેલા અંબાસર ગામના ત્રણ યુવકો બાઈક લઈને પેટ્રોલ લેવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા. તે દરમિયાન પરત ફરતી વેળાએ અંબાસર પાસે પૂરઝડપે આવી રહેલા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કરે ત્રણેય યુવકો હવામાં ફંગોળાયાં હતા. ડમ્પરની ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણેય યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે પહોંચે તે પહેલા જ ઘટનાસ્થળ પર મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં દિપક સોલંકી, અજય પરમાર અને સિધ્ધરાજ સોલંકીનો સમાવેશ થાય છે. અંબાસર ગામના ત્રણ યુવકો એકસાથે મોતને ભેટતા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ડમ્પર જપ્ત કરી ફરાર ડ્રાઈવર સામે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








