નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પેઈનકિલરના રૂપમાં ઉપયોગમાં લેવાતી દવા મેફ્ટાલ સ્પાસનો વિપૂલ માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ હવે તેને લઈ ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના ફાર્માકોપિયા આયોગે (IPC) મેફ્ટાલને (Meftal) લઈ એક દવા માટેની સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે, મેફ્ટાલમાં રેહલું મેફેનૈમિક એસીડ (Mefenamic acid) ખતરનાક સાઈડ ઈફેક્ટનું કારણ બની શકે છે. મેફ્ટાઈલનું સેવન કરવાથી ઈઓસિનોફિલિયા અને સિસ્ટમેટિક સિમ્પટમ્સ સિંડ્રોમ જેવી સમસ્યા પેદા થઈ શકે છે.
મેફેનૈમિક એસીડથી બનેલી પેઈન કિલર દવા મેફ્ટાલ સ્પાસ હાડકાની બિમારી, ગઠીયાવા તેમજ મહિલાઓને માસિક સ્ત્રાવ સમયે થતા દર્દને નિવારવા અને સામાન્ય દર્દ માટે મોટી માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. માધ્યમોમાં ભારતના ફાર્માકોપિયા આયોગ દ્વારા જણાવાયેલી ચેતવણીને ટાંકીને જણાવાયું છે કે, એક વિશ્લેષણના પરિણામ બાદ DRESS સિન્ડ્રોમનો ખ્યાલ આવ્યો છે.
મહત્વની વાત છે કે, DRESS સિન્ડ્રોમ કેટલીક દવાના કારણે થતું ગંભીર રિએક્શનનું પરિણામ છે, જેમાં ચામડી પર લાલરંગના ચાંદા, તાવ તેમજ લસિકા ગ્રંથી સોજી જવાની સમસ્યા પેદા થતી હોય છે. ત્યારે એલર્ટ જાહેર કરી જણાવાયું છે કે, ડોકટર્સ, દર્દી અને ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ મેફ્ટાલ સ્પાસ દવાનો ઉપયોગ કરે છે તો સાઈડ ઈફેક્ટ પર બારીકીથી નજર રાખે. સાથે જણાવાયું છે કે, જો આવું રિએક્શન જોવા મળે છે, તો તમે IPC ની વેબસાઈટ www.ipc.gov.in પર કે એન્ડ્રોઈડ મોબાઈલની એપ ADR PPVPI ના માધ્યમથી રાષ્ટ્રીય સમન્વય કેન્દ્રને સૂચના આપો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








