નવજીવન.અરવલ્લી: આપના યુવાનેતા યુવરાજ સિંહે ગત રોજ ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં વધુ પુરાવા અને નામ સાથે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી અને આક્ષેપ કર્યો છે હતો કે, ઉર્જા વિભાગની ભરતીમાં પરિવારવાદ, ઓળખાણ, લાગવગ તેમજ ખૂબ જ નજીકના સગા-સબંધીઓને લગાડવાના એક સુનિયોજિત કાવતરું કરવામાં આવી રહ્યું છે. આ કાવતરાના ભાગરૂપે બીજા નામ જાહેર કર્યા હતા જેમાં વચોટિયા તરીકે અરવિંદ પટેલ પર વધુ આક્ષેપ કરી તેને તેના પરિવારજનો અને સગા-સબંધીઓને લાખ્ખો રૂપિયાનો વહેવાર કરી નોકરી અપાવી હોવાનો દાવો કર્યો છે ત્યારે યુવરાજસિંહે ઉર્જા વિભાગમાં ફરજ બજાવતી હેપ્પી પટેલનું નામ આપતા હેપ્પી પટેલ મીડિયા સામે આવી તેની સામે થયેલ આક્ષેપ પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું.
હેપી પટેલે કેમેરા સામે કબુલ્યું હતું કે, અરવિંદ પટેલ તેના મોટા પપ્પા થાય છે. આ સાથે જ તેણે યુવરાજ સિંહે પોતાના પર લગાવેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.આ સાથે જ જણાવ્યું હતું કે, પોતે ભરતી કૌભાંડ અંગે કશું જ જાણતી નથી. હું છેલ્લા ૩ વર્ષથી મહેનત કરતી હતી અને હું મારી મહેનતથી નોકરીએ લાગી હોવાનું જણાવ્યું હતું હેપ્પી પટેલે તેના પરિવારમાંથી બે ભાઈ અને સગા-સબંધી યુવક-યુવતીઓ પણ ઉર્જા વિભાગમાં જોબ પર કઈ રીતે લાગ્યા છે એ અંગે હું કશું પણ જાણતી ન હોવાનું જણાવી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના આક્ષેપ પાયા વિહોણા હોવાનો રાગ આલાપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ ઉજાગર કરનાર યુવરાજસિંહ સામે પોલીસ ફરિયાદ કરવાની અરજી તેમજ બદનક્ષી કરવાના દાવો કરી તેમજ એક પછી એક ભરતી કૌભાંડમાં આક્ષેપિત નામ ધરાવતા લોકો મીડિયા સામે નિવેદન આપી નિર્દોષ હોવાનું રટણ કરતા હોવાથી સમગ્ર ઉર્જા કૌભાંડ પર ઠંડુ પાણી રેડી દેવા મોટા માથાઓ મેદાને પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જો કે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉર્જા વિભાગમાં પૈસાના જોરે નોકરી અનેક યુવક-યુવતીઓએ મેળવી હોવાની ચર્ચા ચાલતી જ હતી ત્યારે ઉર્જા વિભાગનું કૌભાંડ બહાર આવતા અન્યાયનો ભોગ બનેલ હોંશિયાર રાજદારોમાં આનંદ છવાયો છે.
ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં જેનું નામ બહાર આવ્યું હતું તે યુવતી હેપ્પી પટેલ મીડિયા સામે આવી: કહ્યું હું કઈ જાણતી નથી ખોટા આક્ષેપ, જુઓ VIDEO pic.twitter.com/SD5ure5Vxs
— Navajivan (@NavajivanNews) January 11, 2022
![]() |
![]() |
![]() |











